Abtak Media Google News

પાંચ શખ્સોએ પાલનપુર, મહેસાણા, અમદાવાદ, બગોદરા અને રાજકોટમાં લોકોને વિશ્વાસમાં લઇ નજર ચુકવીને પૈસા પડાવ્યા હોવાની કબુલાત આપી

જુનાગઢમાં ગાંધી ચોક થી કાળવાના પુલ સુધી પોતાની કારમાં બેસાડી રૂ ૬૫ હજારની ચોરી કરનાર ગેંગના પાંચ શખ્સોને એલસીબીએ ઝાંઝરડા રોડ પાસેથી ઝડપી પાડયા હતા. પ્રાથમીક તપાસમાં આ ગેંગે રાજયભરમાં ૬ અલગ અલગ જગ્યાઓએ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

ગાંધીચોકથી કાળવાના પુલ સુધી બેસાડી તેની નજર ચુકવી તેના થેલામાં રહેલ રોકડા રૂ ૬૫૯૨૮/- ની ચોરી કરનાર કાર ૩૩૨૨ ની હાલ જુનાગઢ ઝાંઝરડા રોડ ગરનાળાથી ચોબારી ગામ તરફ જતા રેલવેના પાટા પાસેથી નીકળનાર હોય જે બાતમી હકિકત વાળી જગ્યાએ વોચમાં રહી એલસીબીએ આરોપીઓ મહેશ ઉર્ફે મયલો મધુભાઇ સોલંકી, અશ્ર્વીન બાબુભાઇ સોલંકી દેવીપુજક, મુળજી જેઠાભાઇ સોલંકી, પ્રકાર રમેશ સોલંકી, આકાર રમેશ સોલંકી, વાળાઓને પકડી પાડેલ.

આરોપીઓએ પાલનપુર ચોકડીએથી એક અજાણ્યા માણસ પાસેથી રોકડા  રૂ ૬૦ હજાર, અમદાવાદ અડાલજ ચોકડી પાસેથી એક માણસને બેસાડી તેથી પાસેથી રોકડા રૂ ૧૧ હજાર, અમદાવાદ ઉજાલા ચોકડી પાસેથી એક માણસને બેસાડી રોકડારૂ ૨૬૦૦, બગોદરા ચોકડી પાસે એક માણસને બેસાડી તેની પાસેથી રોકડા રૂ ૧૧ અગીયાર હજાર, રાજકોટ કુવાડવા ચોકડી પાસેથી એક માણસને બેસાડી રોકડા રૂ ૨૬૦૦ ની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.