Abtak Media Google News

જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં ગઇકાલે ભર બપોરે એક યુવકને આંતરી, છરીના   ઘા મારી તેના જ ભાગીદાર એવા મિત્ર એ હત્યા કરી નાખતા જોશીપુરા વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી. બીજી બાજુ જૂનાગઢમાં  આ હત્યાની  જાણ થતા જુનાગઢના ડી.વાય.એસ.પી, બી ડિવિઝન પી.આઈ. સહિતના પોલીસ અધિકારીઓ અને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને હત્યામાં સંડોવાયેલા શખ્સની શોધખોળ હાથ ધરી દીધી હતી.

પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં જૂનાગઢના જોશીપુરા નજીક આવેલા હનુમાનપરા વિસ્તારમાં પોતાનું બાઇક લઈને ઓઘડનગરમાં રહેતા અને ક્ધટ્રક્શનનું કામ કરતા 35 વર્ષીય યુવક રામા નગાભાઈ રાઠોડ નીકળ્યા હતા. ત્યારે રામા રાઠોડનું તેના મિત્રે બાઈક રોકી ઉપરા છાપરી છરીના ઘા જીતી દેતા રામા રાઠોડ લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે ઘડી પડ્યા હતા. દરમિયાન આ  હિચકારા હુમલાની જાણ થતા આસપાસના લોકો રોડ ઉપર એકઠા થયા હતા અને ઘાયલ થયેલ યુવાનને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પત્ની વિશે ખરાબ બોલવા બાબતે ઝગડો કરી યુવાનને છરીના સાતેક ઘા ઝીંકી મીત્રએ મોતને ઘાટ ઉતાર્યો

જો કે, જુનાગઢ હોસ્પિટલના ફરજ પરના તબીબ હુમલાનો ભોગ બનેલા યુવકની સારવાર શરૂ કરે તે પહેલા જ આ યુવકનું મોત થયું હોવાથી ફરજ પરના તબીબએ તેમને મૃત જાહેર કર્યો હતો. અને બાદમાં પી.એમ. માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં જુનાગઢ ડીવાયએસપી. હિતેશ ધાંધાલિયા, બી ડિવિઝન પી.આઇ. નીરવ શાહ સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આ હત્યા અંગે પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી હતી. તે સાથે પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યામાં તેના મિત્ર સુધીર પરમારનું નામ ખુલતા પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપી શખ્સને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ માંથી જાણવા મળતી વિગતો અનુસાર, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રામા નગાભાઈ રાઠોડ અને હત્યા કરનાર સુધીર પરમાર બંને ક્ધટ્રક્શનના કામ સાથે સંકળાયેલા હતા. અને પૈસાની લેતી દેતીના કારણે જૂની અદાવત હોવાથી આ હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આરોપી શખ્સની શોધખોળ ચાલુ છે.

દરમિયાન આ હત્યા અંગે ગઈકાલે મરણ જનાર યુવક રામભાઈ રાઠોડના ભાઈ વિરમ નગાભાઈ રાઠોડ એ બી ડિવિઝન પોલીસમાં સુધીર ધીરુભાઈ પરમાર, જયદીપ દાફડા અને સાગર રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. અને એમાં એવું જણાવ્યું છે કે, આરોપી સુધીર મરણ જનારની પત્ની વિશે સાચી ખોટી વાતો કરતો હતો તેથી રામભાઈએ તેના મિત્રને ઠપકો આપ્યો હતો જેનું મન દુ:ખ રાખીને ગઈકાલે સુધીર એ રામભાઈ ઉપર છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.