Abtak Media Google News

જૂનાગઢમાં  આઈ.પી.એલ. ના સટામાં મોટી રકમ હારી જઈ ગુમ થયેલ એક યુવાન અને તેના મિત્રને જૂનાગઢ પોલીસ દ્વારા ગણત્રીના ,કલાકોમાં શોધી પરીવાર સાથે મીલન કરાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ હતું.

જૂનાગઢ શહેર ખાતે રહેતા અને ઇમિટેશનનો વ્યવસાય કરતા કમલેશભાઇ નલીનભાઇ રાયચુરાનો નાનો ભાઇ મયુર નલિનભાઈ રાયચુરા પોતાના ઘરેથી કોઇને કહ્યા વિના જતો રહેલ અને પોતનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધેલ. કમલેશભાઇ દ્વારા બધે તપાસ કર્યા બાદ કોઇ પતો ના મળતા, આખરે તેમણે આ બાબતની જાણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કરતા પોલીસ દ્વારા ગુમ થયેલ મયુર રાયચુરાની શોધખોળ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી. હજુ તો, મયુરની શોધખોળ કરતા કઇ મળે તે પહેલા, મયુરનો ખાસ મીત્ર અમીત હસમુખભાઇ સાદરાણી પણ ગુમ થયાનુ અમીતના પરીવાર દ્રારા પોલીસને જાણ કરેલ. આમ એક સાથે વારાફરતી બે બે યુવાન ગુમ થવાની ઘટનાને ગંભીરતાથી લઇ, જુનાગઢ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

દરમિયાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બનાવની ગંભીરતા દાખવી અને બંને મીત્રોને શોધવા સારૂ કમાન્ડ  કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, એ ડીવીઝન પો.સ્ટે.ના પી.આઇ. એન.આર.પટેલ, સહીતની 3 પોલીસ ટીમો દ્વારા તપાસ હાથ ધરી, કમાન્ડ  કંટ્રોલ સેન્ટર (નેત્રમ શાખા) દ્વારા સી.સી.ટી.વી. કેમેરા મારફતે અમીત બસ સ્ટેન્ડે ગયો હોવાનુ અને વેરાવળ- ગાંધીનગર રૂટની બસમાં બેસી જતો રહ્યો હોવાનુ શોધી કાઢેલ. જે બાદ એસ.ટી. વિભાગની મદદથી વેરાવળ ગાંધીનગર બસના કંડક્ટરના મોબાઇલ નંબર મેળવી, સંપર્ક કરતા, અમીતના ફોટા કંડક્ટરના વોટસ એપમાં મોકલી, ગુમ થનાર અમીત તેની બસમાં હોવાની ખરાઇ કરાવી અને બસ લીંબડીની નજીક હોવાનું પોલીસે જાણી લીધું હતું.

એ દરમિયાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લીંબડી ડીવાયએસપી કચેરીની ટીમને તાત્કાલિક લીંબડી બસ સ્ટેન્ડ ખાતે પીસીઆર વાન સાથે મોકલી, એસટી બસ લીંબડી પહોચતા લીંબડી પોલીસ સ્ટાફની મદદથી લીંબડી બસ સ્ટેન્ડમાં  અમીતને બસમાંથી ઉતારી લઈ, જૂનાગઢ પોલીસ અમીતના પરીવાર સાથે લીંબડીી પહોંચી અમીતને હેમખેમ હસ્તગત કર્યો હતોો.          જ્યારે તેમના મિત્ર મયુર ને પણ જૂનાગઢ પોલીસે ટેકનીકલ સોર્સ દ્રારા વેરાવળથી શોધી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લાવતા, બંને પરીવાર દ્વારા પોતના પરીવારના સભ્ય હેમખેમ મળી જતા, એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસ દ્વારા મળી આવેલ અમીતની વધુ પૂછપરછ કરતા, અમીત દ્વારા પોતાનો મીત્ર મયુર આઈ.પી. એલ. ના સટ્ટામાં ઘણા રૂપીયા હારી ગયેલ હોય અને મયુર પાસે રૂપીયા ના હોય, જેથી તેને મદદ કરવા સારૂ કોઇ પાસેથી ઉછીના રૂપીયા લઇ અને મયુરને આપેલ હોય અને અમીત પાસેથી રૂપીયા લઇ અને મયુર રફુચક્કર થઇ જતા, અમીત ડીપ્રેશનમાં આવી જતા, ઝેરી દવા પી આપઘાત કરવાનુ મન બનાવી ઘરેથી કોઇને કહ્યા વિના જતો રહેલ હોવાનું જાણવા મળેલ છે. દરમિયાન જૂનાગઢ પોલીસ દ્વારા પણ બંને યુવાનોને ક્રિકેટ સટા જુગારની પ્રવૃત્તિથી દુર રહેવા અને જુગાર કે ક્રિકેટ સટટા ની પ્રવૃત્તિ પાયમાલ કરે છે અને તેનાથી દૂર રહેવા તેમજ ઈમાનદારીથી જીવન જીવી, ઘરેથી નીકળી ભાગી જવાથી કે આપઘાત કરવાથી કે સંજોગોથી ભાગવાથી કોઈ મુશ્કેલીનો હલ મળતો નથી પણ તેની સામે લડવાથી અને પ્રયત્નો કરવાથી જ મુશ્કેલી હલ થાય છે તેવી સલાહ પરિવારજનોની હાજરીમા આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.