Abtak Media Google News

 

મેયર પદ અનુસુચિત જાતીના ઉમેદવાર માટે અનામત હોય 3 પુરૂષ અનેક મહિલા સહિત  કુલ 6 દાવેદારોના નામ ચર્ચામાં ડે. મેયર, સેન્ડીંગ  ચેરમેન  સહિતના પદાધિકારીઓની નિમણુંક કરાશે

 

અબતક,દર્શન જોશી, જૂનાગઢ

આજે જૂનાગઢ મહાનગરને નવા મૈયર મળશે. કારણ કે, આજે જૂનાગઢ મનપાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મનપાના પદાધિકારીઓની અવધિ પૂર્ણ થતાં આજે મળી રહેલ મનપાના  જનરલ બોર્ડમાં જુનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા શાસકપક્ષના નેતા અને દંડક સહિતના હોદેદારોની વરણી થશે. જોકે ગણતરીની કલાકો જ બાકી છે ત્યાં સુધી ભાજપા દ્વારા કોઇ જ નામોની જાહેરાત કરવામાં આવી નથી અને હાલમાં મેયર માટે 3 મહિલા સહીત કુલ 6 અનુસૂચિત જાતિના ઉમેદવારો માંથી કોઈ એક ઉપર મેયર તરીકેનો પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે.આજે  જુનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓની અઢી વર્ષની મુદત પૂર્ણ થઇ છે,અને આજે 1 જાન્યુઆરીથી નવા મેયર નીમાવાના હોય તથા તેમાં અનુસૂચિત જાતિ માટે મેયર પદ અનામત હોય ત્યારે આજનાં જૂનાગઢ મહાનગરપાલિકાના ખાસ જનરલ બોર્ડમાં જૂનાગઢ મનપાના ભાજપના ચૂંટાયેલા ત્રણ મહિલા તથા ત્રણ પુરુષ કોર્પોરેટર મળી કુલ 6 માંથી એક ઉપર મેયર તરીકેનો પસંદગીનો કળશ ઢોળવામાં આવશે.

જો કે આજે બપોરે 12 વાગ્યે જૂનાગઢ મનપા કચેરી ખાતે જનરલ બોર્ડ રહ્યું છે. અને નવા મેયરની તાજપોશી થશે, પરંતુ હજુ સુધી પૂરા સસ્પેન્સ સાથે ભાજપા દ્વારા કોઇ જ નામની જાહેરાત કરવામાં આવી નથી અને દર વખતે ભાજપ દ્વારા સરપ્રાઈઝની જે પરંપરા જાળવવામાં આવે છે તે મુજબ જનરલ બોર્ડમાં જુનાગઢના નવા મેયરની સાથે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક સહિતના નામોની જાહેરાત થશે અને મનપાના ભાજપના ચૂંટાયેલા 55 સદસ્યો દ્વારા તેમને બહુમતી સાથે ચૂંટી કાઢશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.