Abtak Media Google News
  • જગતના તાત માટે ચિંતા ના સમાચાર
  • જૂન-જુલાઈમાં વાવણી લાયક વરસાદ થયા બાદ અનિશ્ચિતતા જોવા મળી શકે છે
ભારે ગરમી બાદ લોકો અને ખાસ કરીને જગતનો તાત એટલે કે ખેડૂત સ્થિતિ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા હોય ત્યારે તારો વરસાદ પડે અને ત્યારે તેઓ વાવણી શરૂ કરે ત્યારે હાલ હવામાન વિભાગના જે વર્તારા સામે આવી રહ્યા છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે ચોમાસુ નો પ્રથમ તબક્કો ખુબ જ સારો રહેશે અને સાર્વત્રિક વરસાદ પણ ખૂબ સારી રીતે થશે. પરંતુ વરસાદનો બીજો તબક્કો જગતના તાત માટે ચિંતા ના સમાચાર સાબિત કરી શકે છે.
જેનું મુખ્ય કારણ એ છે કે શ્રાવણ માસમાં લા નીના અને ઇન્ડિયન ઓસન ડીપોલની અસર વરસાદને ખેંચ આવી શકે છે પરંતુ હજુ સુધી તેનો કોઈ યોગ્ય અને સચોટ રિપોર્ટ બહાર આવ્યો નથી હાલ ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગ દ્વારા તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
વાતાવરણમાં થતા બદલાવને કારણે ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે આગાહી કરી છે કે પેસિફિક ઓસન અને ઇન્ડિયન ઓસનમાં વાતાવરણ વરસાદ માટે સાનુકૂળ હોવાથી વરસાદ નો પ્રથમ તબક્કો ખુબ જ સારો રહેશે અને તે વાવણી માટે અત્યંત ઉપયોગી અને કારગત નિવડશે ત્યારબાદ વરસાદની પેટન માં બદલાવ આવી શકે છે અને વરસાદ શ્રાવણ માસમાં ખેંચાય પણ શકે છે. પેસિફિક સમુદ્રમાં નાની-નાની ગતિવિધિ સક્રિય થતાં સારા ચોમાસાના એંધાણ તો સામે આવે છે પરંતુ ઇન્ડિયન ઓસન ડિપોલની જે ગતિવિધિ જોવા મળી રહી છે તેના કારણે વરસાદ ખેંચાય તો નવાઈ નહીં.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૬૦ ટકા નાની-નાની અસર ભારતીય ચોમાસા માટે અત્યંત કારગર અને ઉપયોગી નીવડતી હોય છે પરંતુ હજુ સુધી જે રીતે તારણો બહાર આવ્યા છે તેનાથી કદાચ શ્રાવણ માસમાં વરસાદ ખેંચાશે તો નવાઈ નહીં. આ સ્થિતિને ધ્યાને લઇ જગતના તાત માં ચિંતાના વાદળો ક્યાંકને ક્યાંક વ્યાપી રહ્યા છે પરંતુ યોગ્ય આયોજન કર્યા બાદ પ્રથમ ચરણમાં જજો વાવણીલાયક વરસાદ થઇ જાય તો તેની ઘણી ખરી અસર આવનારા સમય માટે ખેડૂતોને ઉપયોગી નીવડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.