Abtak Media Google News

૧૦ થી ૧૫ શખ્સો ગેર સમજમાં અજાણી ગાડી ને નીશાન બનાવી તુટી પડ્યા

જૂનાગઢ આગામી મહા નગરપાલિકા ની ચુંટણી ને લયને સ્થાનિક રાજકારણમાં માહોલ ગરમાયો છે ગત રાત્રીના સુખનાથ ચોક વિસ્તારના ટોળામાં આવેલા શખ્સો એ ઘાતક હથિયારો સાથે ગેર સમજમાં એક એક્ષ યુ વી કારને નીશાન બનાવી હતી આશરે એકાદ લાખનું નુકસાન કર્યું હતું ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડ્યા હતા અને આશરે દસ થી પંદર શખ્સોની સામે અટકાયતી પગલા લય ફરીયાદી એક્ષ યુ વી માલીક ની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી

આ અંગે વિસ્તૃત અહેવાલ મુજબ આધારભૂત સૂત્રો પાસેથી સાપડેલ વિગતો અનુસાર  ગત મોડી રાત્રીના સુમારે શહેરના મજેવડી દરવાજા વિસ્તારની આસપાસના વિસ્તારોમાં બે રાજકીય જુથો સામ સામે આવી ગયા બાદ જૂનાગઢ ના સુખનાથ ચોક વિસ્તારના લોકો ઘટના નજરે જોનારા ઓના અનુમાન મુજબ સોએક લોકોના ટોળાએ ગેર સમજમાં એક એક્ષ યુ વી કારને નીશાન બનાવી હતી આશરે એકાદ લાખનું નુકસાન કર્યું હતું ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે દોડ્યા હતા તેમજ ઘાતક હથિયારો સાથે આશરે દશ થી પંદર શખ્સોની ઘાતક હથિયારો ધોકા, પાઇપ, તલવારો અને દેશી બનાવટના તમંચા સાથે અટકાયત કરી હતી આવનારી મહા નગરપાલિકાની ચુંટણી ને લયને બે જુથો એક બીજાને ભરી પીવા મથતા હોય તેવુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે પોલીસ તપાસમાં હજુ વધારે નામો ખુલવાની આશંકા સેવાય રહી છે આવનારી મહા નગરપાલિકાની ચૂંટણી આ વખતે લોહીયાળ બની રહેશે તેવું પ્રાથમિક અનુમાન રાજકીય સુત્રો લગાવી રહ્યા છે ચુટણીના વૈમનસ્ય આવનારા દિવસોમાં કેટલાયનો ભોગ લય શકે છે તેવુ આ ઘટના પરથી અનુમાન લગાવાય રહ્યુ છે બનાવના પગલે રાજકીય માહોલની સાથે લોકોમાં ભયનો માહોલ પણ છવાય જવા પામ્યો છે હાલ પોલીસ સુત્રો આ બનાવની ફરીયાદ લય આગળની તજવીજ હાથ ધરી છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.