Abtak Media Google News

જૂનાગઢ રેન્જના આઈ.જી.પી. સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે.

તાજેતરમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના ૧૧ બોટલના ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામાં આરોપી મેરામણ ઉર્ફે મેરા રાણાભાઇ મોરી જાતે રબારી ઉવ. ૩૫ રહે. સોમનાથ સોસાયટી, પાદરીયા તા.જી. જૂનાગઢને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપી મેરામણ ઉર્ફે મેરા રાણાભાઇ મોરી જાતે રબારી રહે. પાદરીયા તા.જી. જૂનાગઢની પૂછપરછ કરતા, આ આરોપીએ ભૂતકાળમાં એક પણ ગુન્હા કરેલા નથી, પોતે ક્યાંય પકડાયેલ નહિ હોવાની તેમજ પોલીસમાં પહેલીવાર જ પકડાયેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની સૂચના અને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો. સ. ઇ. જે. પી. ગોસાઈ, હે.કો. કમલેશભાઈ, નાથાભાઈ, પો.કો. દિનેશભાઈ, ઙજઘ દેવેનભાઇ, સહિતના પોલીસ સ્ટાફ દ્વારા પકડાયેલ આરોપી મેરામણ ઉર્ફે મેરા રાણાભાઇ મોરી જાતે રબારી રહે. પાદરીયા તા.જી. જૂનાગઢ અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આરોપી દ્વારા આચરવામાં આવેલા ગુન્હાની સંપૂર્ણ વિગતો મળી આવેલ હતી. પકડાયેલા આરોપી મેરામણ ઉર્ફે મેરા રાણાભાઇ મોરી જાતે રબારી રહે. પાદરીયા તા.જી. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સને ૨૦૧૬ની સાલમાં ખૂનની કોશિશના ગુન્હામાં/કેસમાં પકડાયેલાની હોવાની તેમજ સને ૨૦૧૬ અટકાયતી પગલામાં પકડાયા અંગેની વિગતો પોકેટ્ટ કોપ એપ્લિકેશન મારફતે તપાસ કરવામાં આવતા, માહિતી આંગળીના ટેરવે પોલીસને હાથ લાગી ગયેલ હતી. આ બધી જ વિગતો પોકેટ કોપ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવેલ સ્માર્ટ ફોનની એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા પોકેટ કોપ મારફતે પકડાયેલ આરોપી પોતાના ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પણ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા પોલીસે તેની પોલ ખોલી નાખેલ હતી અને આરોપી શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયેલ હતો…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.