Abtak Media Google News

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટકશાસ્ત્ર વિભાગ ખાતે વર્લ્ડ બેંક, આઈસીએઆર, ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સંસ્થાકીય વિકાસ યોજના (આઈડીપી) અંતર્ગત બી.એસ.સી. (હોનર્સ) એગ્રીકલ્ચર અને હોર્ટીકલ્ચરના વિદ્યાર્થીઓ માટે જંતુનાશક દવાઓના છંટકાવમાં રક્ષણાત્મક પગલાં (સુરક્ષા હમેશા) ” વિષય પર ઓનલાઈન વેબિનાર યોજાયો. આ સમારંભમાં કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય તથા પ્રોજેક્ટ કો-પી.આઈ. ડો. કે. એ. ખુંટ, પ્રાધ્યાપક અને વડા કીટકશાસ્ત્ર વિભાગ ડો. એમ. એફ. આચાર્ય, પ્રાધ્યાપક અને વડા, વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ ડો. એલ. એફ. અકબરી, મદદનીશ પ્રાધ્યાપક, ડો. કે. ડી. શાહ અને હેડ ટેકનીકલ સર્વિસ, બીએએસએફ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડના ડો. સંજય ઠકકર હાજર રહેલ. ડો. સંજય ઠકકર દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ જંતુનાશક, ફૂગનાશક, નિંદામણનાશક અને અન્ય દવાઓના છંટકાવ વખતે રાખવામાં આવતી કાળજીઓ તેમજ તેની ઝેરી અસરો સામેના રક્ષણાત્મક પગલાઓ તથા તકેદારીઓ અંગે માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.