Abtak Media Google News

જૂનાગઢ મનપા દ્વારા શહેરીજનોની સુખાકારીને લક્ષ્યમાં રાખી પ્લાસ્ટીકના કચરાનું નિયંત્રણ કરવા શહેરના વેપારીઓ અને લારી ગલાવાળાઓ માવાના પ્લાસ્ટીક, જબલા થેલીનો વેચાણ કરતાઓને મનપાદ્વારા જણાવાયું હતુ કે ૫૦ માઈક્રનથી નીચેનું હલકી ગુણવતા વાળુ પ્લાસ્ટીક વાપરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ અંગે સતાવાળાઓએ જણાવ્યું હતુ કે જીપીએમસીએકટ ૧૯૪૯ અન્વયે ૨૦ માઈક્રોનથી નીચેના પ્લાસ્ટીક વપરાશ પર હવેથી જૂનાગઢમાં પ્રતિબંધ રહેશે શહેરમાં વેપાર કરતા વેપારીઓ ઔદ્યોગીક એકમો લારી ગલ્લાવાળા પાણીના પાઉચના ધંધાર્થીઓ પાન મસાલાના પેકીંગમાં વપરાતી પ્લાસ્ટીક અને પાણીના પાઉચ સહિતના તમામ પાઉચનો ઉપયોગ ન કરવા અને વેચાણ ન કરવા મનપાના સતાવાળાઓ એ અનુરોધ કર્યો છે. પ્લાસ્ટીક વેસ્ટનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ગટરો ભરાવી વરસાદી પાણીનો નિકાલ ન થવો જાહેરમાં ગંદકી ફેલાય વગેરે અનેક સમસ્યાઓનો સામનોકરવો પડે છે.

જેથી દરેક વેપારીને જાણ કરવામાં આવે છે.કે આવનારા દિવસોમાં મનપા દ્વારા પ્લાસ્ટીક વપરાશના ઉપયોગ કર્તાઓ, વેચાણ કર્તાઓ, વેચાણ કરતા વેપારીઓની જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ની કલમ ૩૭૬ એ હેઠળ તેમજ અન્ય જોગવાઈ હેઠળ પગલા લેવામાં આવશે અને જ‚ર જણાયે સી.પી.આર.સી.ની કલમ ૧૩૩ હેઠળ જાહેર ન્યુસન્સ ઉભુ કરવા માટે જ‚રી ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની દરેક વેપારીઓ, વપરાશ કર્તાઓએ નોંધ લેવા કમિશ્નરની એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.