Abtak Media Google News

રાજાશાહી વખતથી ખેતી કરતા દેશનાં પ્રથમ પદ્મશ્રી ખેડુત વલ્લભભાઈ મારવાણીયાએ સોરઠનું ગૌરવ વધાયુ : વલ્લભભાઈએ ૭૭ વર્ષ પૂર્વે નવાબી સ્ટેટ વખતે સામા પાણીએ તરીને ગાજરની ખેતી શરૂ કરીથતી

જુનાગઢમાં પદ્મશ્રી એવોર્ડ માટે ભીખુદાનભાઈ ગઢવી બાદ ફરી એક વખત મેદાન મારી ગયું છે. જુનાગઢ સહિત સોરઠ પંથક માટે ગૌરવની વાત ગણી શકાય દેશમાં પ્રથમ ખેડુતને પદ્મશ્રી માટે પસંદ કરવામાં આવ્યા ને આ પસંદગીમાં વલ્લભભાઈ મારવાણીયાએ આખાય પંથકનું ગૌરવ વધાર્યું હાલ ૯૬ વર્ષની વય ધરાવતા વલ્લભભાઈએ ૧૯ વર્ષની વયથી જ ખેતી ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. ૭૭ વર્ષ જેવી રાજાશાહી વખતથી લઈ વર્તમાન પરિસ્થિતિમાં જીવનમાં અનેક સંઘર્ષો ખેડી વલ્લભભાઈ આજે પણ એવો જવાબ આપે છે કે હું કયારેય નિવૃત થવાનો નથી. ૧૯૪૬માં ગાજરની ખેતી કરી પ્રથમ કમાણી રૂ.૧૨ મળી હતી તેને વલ્લભભાઈ આજે પણ સૌથી મોટું સન્માન ગણાવે છે.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢની સીમાડે આવેલા ખામધ્રોળ ગામના ૯૬ વર્ષના ખેડુત વલ્લભભાઈ મારવાણીયાની ૭૭ વર્ષ પહેલા ૧૯ વર્ષની વયે જુનાગઢના નવાબી રાજયમાં જયારે ગાજરને પશુઆહાર તરીકે ઓળખવામાં આવતો હતો ત્યારે લોકો ગાજર ખાતા થાય એ માટે સામાપાણીએ તરીને સંઘર્ષ કરીને ગાજરની ખેતી શરૂ કરનારી આ મુઠ્ઠી ઉંચેરા માનવીને ઉચ્ચ નાગરિક સન્માન મળવા જઈ રહ્યું છે.

સાત દાયકા સુધી ગાજરની ગુણવતાયુકત જાત વિકસાવવામાં સફળ થયેલા માત્ર ધો.૫ સુધી ભણેલા ગજબની કોઠાશુઝ ધરાવતા વલ્લભભાઈને ખેતીમાં વિશિષ્ટ પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. શ્રી વલ્લભભાઈની ગાજરની ખેતી રસપ્રદ છે. ૯૬ વર્ષની વયે કડેધડે અને યુવાનોને શરમાવે એવી સ્ફુર્તી ધરાવતા વલ્લભભાઈના શબ્દોમાં કહીએ તો આઝાદી પહેલા મારા પિતાશ્રી રાજકોટ જીલ્લાના ગામેથી જુનાગઢ ગામમાં વસ્યા હતા અને ટુંકી ખેતીમાં તેઓ જુવાર વાવતા હતા. જુવાન થતા હું ખેતીમાં જોડાયો અને મને ત્યાં ગાજર વાવવાનો શોખ થયો.

નાના કદના ગાજરનું પોટલુ લઈને હું ૧૯ વર્ષની વયે ૧૯૪૩માં જુનાગઢના નવાબની બજારમાં ગાજર વેચવા ગયો મારા પિતાશ્રી વશરામભાઈએ કહ્યું કે આ તો પશુનો આહાર છે અને તું વેચવા નીકળ્યો છો આ તું છોડી દે હું એમનું ન માન્યો પ્રથમ દિવસે શાકભાજીની બજારમાં મને રૂ.૧૨ ઉપજયા મેં મારા પિતાશ્રીને આ વાત કરી તેમની ખુશીનો પાર ન રહયો. આ દિવસ હજુ પણ મને યાદ છે અને તે મારી જીંદગીનું સૌથી મોટુ સન્માન હતું.

મેં ગાજરને સારી કવોલીટીના કરવા માટે અથાગ મહેનત શરૂ કરી હતી. ૯૬ વર્ષની ઉંમરે ખેતરમાં આંટો મારવા આવતા વલ્લભભાઈ કહે છે કે હું કયારેય નિવૃત થવાનો નથી. રાજ દરબારમાં પણ ગાજર વેચતા વલ્લભભાઈ હસતા હસતા કહે છે કે છેલ્લે ૧૯૪૭માં જુનાગઢનો નવાબી પરીવાર જુનાગઢ છોડીને પાકિસ્તાન ચાલ્યો ગયો ત્યારે ૪૨ રૂ.માંગણાના રહી ગયા મધુવન ગાજરની પ્રજાતી કઈ રીતે વિકસાવી તે જણાવતા વલ્લભભાઈ કહે છે કે મારી ૧૦ વિઘાના ખેતરમાં મેં જોયું કે ગાજર કડક જમીનમાં મોટા થતા ન હતા તેથી તેઓએ જમીનનું ખોદાણ કરી નાખ્યું અને પોલાણયુકત જમીનમાં ગાજરનું વાવેતર કરતા ગાજરની લંબાઈમાં વધારો થયો અને અન્યજાત કરતા સ્વાદમાં વધારે પૌષ્ટિક બનાવવા માટે અખતરાઓ શ‚ કર્યા અને મને તેમાં વધારે સફળતા મળી વલ્લભ ગાજરમાં કેરોટીન ૨૭૭.૭૫ અને આયરનની માત્રા ૨૭૬ મિલી ગ્રામ છે. લંબાઈ ૧૫ ઈંચ સુધી થાય છે. ઉત્પાદન વિઘે ૪૦૦ મણથી વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.