Abtak Media Google News

છોટા હાથી, દારૂ અને બિયર મળી રૂ.૨૨.૩૪ લાખનો મુદામાલ કબજે

જુનાગઢના પાદરિયા ગામનો નામચીન બુટલેગરને પોલીસે રૂ.૨૦.૩૪ લાખના કિંમતના ૫૦૧૬ બોટલ સાથે ધરપકડ કરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ અને જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘ નવરાત્રી દરમિયાન વિદેશી દારૂનો જથ્થો બુટલેગરો દ્વારા ઘુસાડવામાં આવનાર હોવાની આપેલી બાતમીના આધારે જુનાગઢ તાલુકા પોલીસે દરોડો પાડી બિલખાના સિઘ્ધાર્થનગર પાસેથી નગા સરમણ રબારી નામના શખ્સની રૂ.૨૦.૩૪ લાખની કિંમતની ૫૦૧૬ બોટલ વિદેશી દારૂ અને બિયર સાથે ધરપકડ કરી છે. પોલીસે જી.જે.૧૧ એકસ ૯૫૧૭ નંબરનો રૂ.૨ લાખ કિંમતનો છોટા હાથી કબજે કર્યું છે.

નગા રબારી અગાઉ ખુન અને દારૂ સહિતના અનેક ગુનામાં ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. નામચીન બુટલેગર નગા રબારી વિદેશી દારૂ કયાંથી લાવ્યો તે અંગેની પુછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે. વિદેશી દારૂના દરોડાની જુનાગઢ તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ પી.જે.વાળા, હેડ કોન્સ્ટેબલ કે.બી.ડોબરીયા, કે.જે.ડાભી અને કે.ડી.રાઠોડ સહિતના સ્ટાફે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.