Abtak Media Google News

ડીસા-મંડાર હાઇવે પર ટ્રક, ટેલર અને કાર અથડાતા ટ્રક સળગી ગયો: કારમાં બેઠેલા ચાર ઘવાયા: લગ્નની ખુશીનો પ્રસંગ શોકમાં પલટાયો

રાજસ્થાન બોર્ડરના બનાસકાંઠાના અમીગઢનો પરિવાર પુત્રના લગ્ન પ્રસંગ પુરો કરી મંડાર ગામે પુત્રીના લગ્ન માટે જઇ રહ્યા હતા ત્યારે કુચાવાડા ટોલનાકા પાસે ટ્રક, ટેલર અને કાર અથડાતા સર્જાયેલા ત્રીપલ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા સહિત ચારના મોત નીપજતા લગ્ન પ્રસંની ખુશીનો પ્રસંગ શોકમાં પલટાતા ક‚ણાંતિકા સાથે અરેરાટી મચી ગઇ છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમીગઢના પરિવાર પુત્રના લગ્નનો પ્રસંગ પુરો કરી પુત્રીનો મંડાર ગામે સગાઇ કરી હોવાથી જમાઇને પાટે બેસાડવા જઇ રહ્યા હતા ત્યારે સ્વીફટ કાર કુચાવાડા ટોલનાકા પાસે પહોચી ત્યારે ટ્રક અને ટેલર અથડાતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રક સળગી ગયો હતો તે દરમિયાન પાછળથી પુર ઝડપે આવી રહેલી કાર અથડાતા કારમાં બેઠેલા વરરાજાના માતા-પિતા સહિત બેના મોત નીપજ્યા હતા જ્યારે સળગેલા ટ્રકમાં ચાલક સહિત બેના મોત નીપજ્યા હતા. કારમાં બેઠેલા ચાર વ્યક્તિને સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મંડાર ગામે બપોરે જમાઇને પાટે બેસાડવાનો પ્રસંગ હતો અને તા.૧ આવતીકાલે લગ્ન પ્રસંગ હોવાથી પરિવાર પુત્રના લગ્ન બાદ પુત્રીના લગ્ન પ્રસંગની હર્ષોલ્લાસ સાથે જઇ રહ્યા હતા ત્યારે સર્જાયેલા જીવલેણ અકસ્માતના કારણે પરિવારમાં શોક છવાઇ ગયો છે. અકસ્માતના બનાવની જાણ થતા પાઠાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ. રાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.