Abtak Media Google News

રૂ.૭૨,૮૦૦ની રોકડ સાથે છ પત્તાપ્રેમી ઝડપાયા

રાજકોટની ભાગોળે આવેલા ત્રંબા ગામે ઉમેશભાઈની વાડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ પતાપ્રેમીને રૂ.૭૨,૮૦૦ની રોકડ સાથે ઝડપી લીધા છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ તાલુકાના ત્રંબા ગામે ઉમેશભાઈની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમી આજીડેમ પોલીસને મળતા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા વાડી માલિક ઉમેશ જેરામભાઈ નશીત, રમેશભાઈ કરશનભાઈ વેકરીયા, રમેશભાઈ જાદવજીભાઈ ખુંટ, ભુપેન્દ્રગીરી નટવરીગી ગૌસ્વામી, ગોંડલ રણછોડનગરના જગદીશભાઈ કનુભાઈ વાંજા અને રાજકોટ આજીડેમ ચોકડી પાસે રહેતા દલપતભાઈ કેશુભાઈ ચુડાસમા નામના શખ્સોને પી.આઈ પી.એન.વાઘેલા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ઝાલા અને જયેશભાઈ નિમાવત સહિતના સ્ટાફે ઝડપી પટમાંથી રૂ.૭૨,૮૦૦ની રોકડ જપ્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.