Abtak Media Google News

સુંદરતા નિખારવા માટે આપણે આજકાલ એટલા કોન્શ્યસ થઈ ગયા છીએ કે માર્કેટમાં સુંદરતા નિખારવા માટે કોઈ પણ નવી ટ્રીટમેન્ટ આવે તો આપણે એક વાર તો એ ટ્રીટમેન્ટ કરીએ જ છીએ. પરંતુ એ ટ્રીટમેન્ટ કરતાં પહેલાં આપણે એ નથી વિચારતા કે આ ટ્રીટમેન્ટ મારે કરવી જોઈએ કે નહીં, એ મારી સ્કિનને સૂટ થશે કે નહીં. કેમ કે સૌંદર્ય નિખારવા માટે જે પણ હોય છે એમાં કોઈ ને કોઈ અને વધારે કે ઓછી માત્રામાં કેમિકલ મિક્સ કરેલાં જ હોય છે. આથી આપણા મનમાં એ સવાલ આવે કે તો પછી એવી કઈ છે જેમાં કેમિકલ નથી અને એવી કઈ ટ્રીટમેન્ટ છે જે મારી સ્કિનને સૂટ કરશે. એનો જવાબ છે ગ્રીન પીલ ફેશ્યલ. ચાલો જાણીએ ગ્રીન પીલ ફેશ્યલ છે શું અને એ કરાવવાથી શું ફાયદો થાય છે.

હર્બલ પ્રોડષ્ટ

ગ્રીન પીલ ફેશ્યલ આઠ હર્બલ પ્લાન્ટને મિક્સ કરીને બનાવવામાં આવે છે. બાંદરામાં પોતાનું ક્લિનિક ધરાવતાં ડર્મેટોલોજિસ્ટ ડો. સોમા સરકાર કહે છે, ગ્રીન પીલમાં અનેક પ્રકારના ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે; જેના ડ્રાય ફોર્મનો ફેશ્યલમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રોડષ્ટ તમને માર્કેટમાં બહુ નહીં મળે, કેમ કે એને એક ડોષ્ટરે પોતાના હાથે બનાવ્યું છે. એ તમને ડોષ્ટરના ક્લિનિકમાં જ મળશે અને જો તમારે સેલોંમાં ગ્રીન પીલ ફેશ્યલ કરવું હોય તો તેમને પહેલાંથી જ જણાવવું પડે જેથી તેઓ આ પ્રોડષ્ટ અરેન્જ કરી શકે.

ફાયદો

ગ્રીન ફેશ્યલથી સ્કિન ઉપરની જે મૃત ત્વચા છે એનો નિકાલ થાય છે. એ સાથે ગ્રીન પીલ ફેશ્યલથી બ્લડ-સક્યુર્લેશન પણ બરાબર થાય છે. સ્કિનને જે ઑક્સિજન મળવો જોઈએ એ મળી રહે છે. મોટાં છિદ્રો, ઑઇલી સ્કિન, સ્કાર, એજિંગ અથવા પિગ્મેન્ટેશનથી પરેશાન હો તો તમારે આ ગ્રીન પીલ ફેશ્યલ એક વાર ટ્રાય કરવું જોઈએ. ગ્રીન પીલ ફેશ્યલનો સૌથી મોટો ફાયદો જણાવતાં ડો. સોમા સરકાર કહે છે, ગ્રીન પીલ ફેશ્યલ પ્રેગ્નન્સી પછી થતા સ્ટ્રેચ માર્ક પર સારું કામ કરે છે. એને સ્ટ્રેચ માર્ક પર ૧૦-૧૫ મિનિટ મસાજ કરી બે-ત્રણ કલાક સુધી રાખી પછી ધોઈ લો. આ પ્રમાણે અઠવાડિયામાં એક વાર કરવું.

પ્રોસીજર

ગ્રીન પીલ ફેશ્યલ બધાથી અલગ છે, કેમ કે આમાં કોઈ કેમિકલ નથી હોતાં. એ દરેક સ્કિનના લોકોને સૂટ કરે છે, પણ એને સ્કિન પર લગાવવાની રીત અલગ છે. ગ્રીન પીલ ફેશ્યલ સ્કિન પર કઈ રીતે અપ્લાય કરવામાં આવે છે એનો જવાબ આપતાં ડો. સોમા કહે છે, સૌથી પહેલાં અમે પેશન્ટની કેસ-સ્ટડી લઈએ છીએ. એ પછી અમે સ્કિનને સાફ કરીએ અને એના પર ક્રીમ લગાવીએ છીએ. એ પછી ૫-૧૦ મિનિટ પછી હૂંફાળા પાણીથી ફેસ ધોઈ નાખીએ છીએ. એ પછી ગ્રીન પીલ પેક લગાવીએ છીએ. એ પેકને ૧૦-૧૫ મિનિટ સુધી ફેસ પર રાખીને ધોઈ નાખીએ છીએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગ્રીન પીલ ફેશ્યલ ડર્મેટોલોજિસ્ટના ક્લિનિકમાં અથવા કોઈ સારા સેલોંમાં જ કરાવવું.

ગ્રીન પીલ ફેશલ જેટલું મહિલાઓમાં ફેવરિટ છે એટલું જ પુરુષ વર્ગમાં પણ ફેવરિટ છે.

કેર

ગ્રીન પીલ ફેશ્યલ કર્યા પછી તમારે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે તડકામાં બહુ જવું નહીં અને જાઓ તો સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. તમારે મોઇસ્ચરાઇઝિંગ ક્રીમ પણ લગાવવું જોઈએ. ગ્રીન પીલ ફેશ્યલ કર્યા પછી તમારે કોઈ પણ કેમિકલવાળા ફેસવોશ ન વાપરવા. એક વાર ગ્રીન ફેશ્યલ કરાવો તો બીજી વાર ગ્રીન ફેશ્યલ અથવા બીજું કોઈ ફેશ્યલ કરાવવાની વચ્ચે ઓછામાં ઓછા ૧૫ દિવસનો ગેપ હોવો જોઈએ. ગ્રીન પીલ ફેશ્યલની કિંમતની વાત કરીએ તો ૪૦૦૦થી ૫૦૦૦ રૂપિયા સુધી થાય છે.

ટિપ્સ

ડ્રાય સ્કિન પર ગ્રીન પીલ ફેશ્યલ કરો તો એને પાંચ મિનિટ રાખીને ધોઈ લો. આનાથી ડ્રાય સ્કિનની ડલનેસ દૂર થાય છે. ડ્રાય સ્કિનવાળા આ ફેશ્યલ ૧૫ દિવસમાં એક વાર કરી શકે છે.

ઑઇલી સ્કિન હોય તો તમે ગ્રીન પીલ ફેશ્યલ એક કલાક સુધી રાખી શકો છો. તેમ જ ૧૦ દિવસમાં એક વાર કરાવી શકો. આનાથી ઑઇલી સ્કિનનું ઑઇલ ક્ધટ્રોલમાં રહે છે અને એનાથી પિમ્પલ નથી આવતા. સેન્સિટિવ સ્કિન હોય તો તમારે પાંચ મિનિટની અંદર ફેસ વોશ કરી લેવાનો. તમે અઠવાડિયામાં એક વાર કરી શકો. આનાથી સેન્સિટિવ સ્કિનનું હાઇડ્રેશન લેવલ સારું રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.