Abtak Media Google News

હાલ માંગરોળમા શહેરનાં કચરાના નિકાલ માટે કોઇ નક્કર પણલા ભરવામાં આવતાં નથીં હાલમાં દશ પંદર દિવસથી માંગરોળ ની સફાઈ કામગીરી બંધ હોય અને કચરાના ઢગલાં થઇ રહ્યાં હોય હાલ સફાઈ કામગીરી બંધ હોવાના કારણે હાલતો માંગરોળ શહેર ખુદ નગરપાલિકા કચરાના સ્થળો વચ્ચે માણસોની અવર-જવર થતી હોય કચરાના નિકાલ માટે ઘણા લાંબા સમયથી જીલ્લા દ્વારા અલગ અલગ જગ્યાએ ફાળવવામાં આવે છે.

જ્યારે માંગરોળ વિસ્તારમાં શ્રી સરકાર વાળી તેમજ ખરાબા વાળી જગ્યા આવેલ હોવા છતાં ઘન કચરા માટે કોઇ તટસ્થ નિર્ણય લેવામાં આવતો નથીં બીજી તરફ જીલ્લા લેવલેથી કાગળોની કાર્યવાહી પુર્ણ કરી કલેક્ટર શ્રી દ્વારા હુકમો કરવામાં આવે છે છતા કલેક્ટરશ્રી ના હુકમનો અનાદર થઇ રહ્યો છે સાથે રાજકીય માણસો ઘન કચરાના નામે તેમજ મતો ના રાજકારણ માટે આવા હુકમોને રોક લગાવવામા આવે છે આનો જવાબદાર કોણ ?

જ્યારે આવાં જાહેરનામા નો ભંગ અને સરકારશ્રી તેમજ અધિકારીઓ ના હુકમના ભંગ બદલ કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથીં ત્યારે બીજી તરફ મુખ્ય મુદ્દો શ્રી સરકારની ખાલી પડેલ હજારો એકર જમીન ઉપર થયેલ પેસકદમી કરી રહેલા માણસો યેન કેન પ્રકારે અધિકારીઓ ને દબાણમા રાખી રાજકીય સથવારે કાયદાના તેમજ સરકારી હુકમો નો ભંગ કરવામાં આવે છે જ્યારે આમ પ્રજા કે કોઈ રાજકીય પક્ષ દબાણ કરેલી તેમજ પેસકદમી કરેલી જગ્યા ખુલ્લી કરાવવામાં કોઈ ધ્યાન આપતું નથી અંતે વિવાદમાં વધારો કરી જાહેરનામા નો ભંગ કરી આ ચોમાસાની સિઝન તેમજ મહામારી રોગો વચ્ચે ઘન કચરાનો નિકાલ ન થતાં રોગોને આમંત્રિત કરે છે જો ઘન કચરાના નિકાલ માટે તેમજ શ્રી સરકાર વાળી જગ્યા તે માંગરોળ શહેરની મુખ્ય પેસકદમી હટાવવા નક્કર પગલાં ભરવા તેમજ આવી પેસકદમી ઉપરથી લાખો કરોડો કમાનારા ઉપર લાલ આખ કરી પેસકદમીઓ દુર કરાવો પાસા સહીતના કાયદાની અમલવારી કરી માંગરોળ ની તેમજ તાલુકાની જગ્યાઓ ખુલ્લી કરાવવામાં આવે અને બાદ હુકમો કરવામાં આવે તો ઘન કચરાનો નિકાલ જડપી થાય અને હાલ ચાલી રહેલી મહામારી ના રોગો વચ્ચે સફાઈ કામગીરી થાય તો આમ પ્રજા આવી મહામારી ના રોગો વચ્ચે મુક્ત બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.