Abtak Media Google News
  • કાલિદી સ્કુલમાં બાળકોને મળે છે પારિવારીક માહોલ: તમામ સુવિધાથી સજજ

આજના યુગમાં શિક્ષણનું ખુબ જ મહત્વ રહેલું છે. ખાસ કરીને ભારતે આ દિશામાં ખુબ જ સારો દેખાવ કર્યો છે. ત્યારે ગુજરાતના વિકાસમાં પણ શિક્ષણનો સિંહફાળો રહે છે. ત્યારે જામનગરમાં અનેક નાની-મોટી સ્કૂલો આવેલી છે. જેમાં ટોચની સ્કૂલોમાં કાલિંદી સ્કૂલનો સમાવેશ થાય છે. છેલ્લા 12 વર્ષથી કાલિંદી સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલી છે. તેમના આટલા અનુભવોનો લાભ વિદ્યાર્થીઓના ઘડતરમાં દેખાઇ રહ્યો છે. ધોરણ 10 હોય કે ધોરણ 12 તમામ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ઠ પરિણામ આવી રહ્યું છે.

Img 20230604 Wa0044

હાલમાં જ જાહેર થયેલા બોર્ડના પરિણામોમાં પણ કાલિંદી સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો હતો.  કાલિંદી સ્કૂલના આચાર્ય ઉમેશભાઇએ જણાવ્યું કે કાલિંદી સ્કૂલની શરૂઆત વર્ષ 2011માં કરવામાં આવી હતી. અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ, સામાન્ય વિજ્ઞાનની સંપૂર્ણ શાળા છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે. કાલિંદી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમામ પ્રકારની સુવિધાથી સજ્જ છે. જેમ કે અધ્યતન બિલ્ડીંગ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, ટેક્નિકલ જરૂરી તમામ વસ્તુઓ. વિશાળ પ્લેગ્રાઉન્ડ, ટેલેન્ટેડ શિક્ષકો વગેરેનો સમાવેશ થાય છે. કાલિંદી સ્કૂલની જામનગરમાં પાંચ બ્રાંચ આવેલી છે, જેમાં કુલ 100થી વધારે શિક્ષકો બાળકોને ભણાવે છે.

001

હાલમાં જ જાહેર થયેલા બોર્ડના પરિણામની વાત કરીએ તો કાલિંદી સ્કૂલના 10માં ધોરણમાં ચાર વિદ્યાર્થીઓએ અ1 ગ્રેડ મેળવ્યા છે. એટલું જ નહીં 60 વિદ્યાર્થીઓને અ2 ગ્રેડ મળ્યા છે જે ખુબ જ મોટી વાત કહી શકાય. તો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં 64 વિદ્યાર્થીઓએ 90 ઙછ પ્રાપ્ત કર્યા છે જે ગૌરવની વાત છે. તો ધોરણ 12ની વાત કરીએ તો 30 વિદ્યાર્થીઓ 90 ઙછ અપ ગ્રેડ મેળવ્યા છે. તો કાલિંદી સ્કૂલના વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે પાસ થાય છે તે અંગે શિક્ષકોનું કહેવું છે અમે બાળકને પારિવારીક માહોલ આપવાનો પ્રયાસ કરીએ છે. તેના મગજમાં આવતા ડાઉટ્સ ક્લિયર કર્યા બાદ જ આગળનો વિષણ ભણાવીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.