Abtak Media Google News
  • બે શખ્સોએ છરી અને તલવાર ઝીંકતા યુવક ગંભીર: બંને હુમલાખોરની શોધખોળ
માણેકવાડામાં જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ છરી અને તલવાર વડે ખૂની હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા યુવકને બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી બંને શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માણેકવાડામાં રહેતા અને ખેતી કામ કરતા સૂરપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના નાના ભાઈ દિવ્યરાજસિંહ જાડેજા પર તેના જ ગામના જીતેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા અને ગૌરાંગસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજાએ છરી અને તલવાર વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા દિવ્યરાજસિંહ જાડેજાને બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ હુમલાખોર જીતેન્દ્રસિંહ જાડેજા સાથે તેમને કોઈપણ જાતના વ્યવહાર ન રાખ્યાના ખાર રાખી હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.