Abtak Media Google News

ઉમેદવારો તેમજ શહેર ભાજપના વિવિધ  કાર્યર્ક્તાઓ  બીજા તબકકાની ચૂંટણી અંતર્ગત ગુજરાત રવાના થયા

શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષ્ાતામાં અને  મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, વિધાનસભા-68ના ઉમેદવાર ઉદય કાનગડ, વિધાનસભા-69ના ઉમેદવાર ડો. દર્શીતાબેન શાહ, વિધાનસભા-70ના ઉમેદવાર  રમેશભાઈ ટીલાળા, વિધાનસભા-71ના ઉમેદવાર ભાનુબેન બાબરીયા તેમજ રાજકોટ જીલ્લા ભાજપના પ્રભારી રક્ષ્ાાબેન બોળીયાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ સંગઠન, પદાધિકારીઓ, કોર્પોરેટરોની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં માર્ગદર્શન આપતા કમલેશ મિરાણીએ જણાવેલ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબકકાનું 89 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલ છે ત્યારે રાજકોટ  ની ચારેય વિધાનસભા-68 પૂર્વ,69 પશ્ર્ચીમ,70 દક્ષાીણ અને 71-ગ્રામ્યના મતદારોનો લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં પોતાનો કિંમતી મત આપી સહભાગી થવા બદલ તેમજ શહેર ભાજપ ની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓનો ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને  જંગી લીડથી વિજયી બનાવવા માટે પરીશ્રમની પરાકાષ્ઠા સર્જવા બદલ આભાર વ્યક્ત કરતા જણાવેલ કે તારીખ પ ડીસેમ્બરના રોજ ગુજરાત ખાતે વિધાનસભા ચૂંટણીનું બીજા તબકકાનું મતદાન યોજાનાર છે

ત્યારે રાજકોટ મહાનગરમાંથી  આજે સવારથી જ વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ ગુજરાતના વિવિધ મહાનગરો-જીલ્લા  ખાતે પાર્ટીના  ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે રવાના થશે. જેમાં વિધાનસભા-68ના ઉમેદવાર ઉદય કાનગડ તથા ચૂંટણી ઈન્ચાર્જ કીશોર રાઠોડ, વિધાનસભા-69ના ઉમેદવાર ડો. દર્શીતાબેન શાહ તથા ચૂંટણી ઈન્ચાર્જ નરેન્દ્રસિહ ઠાકુર, વિધાનસભા-70ના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા તથા ચૂંટણી ઈન્ચાર્જ જીતુભાઈ કોઠારી  આજે  વહેલી સવારથી જ બીજા તબકકાના મતદાન અંતર્ગત ગુજરાત રવાના થશે.આ બેઠકની વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનીલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.