Abtak Media Google News

વડાપ્રધાનના રોડ-શો વિવિધ કાર્યક્રમો માટે કેસરીયા બ્રિગેડમાં અનેરો થનથનાટ

રાજકોટ મહાનગર ખાતે આગામી તા. 19-10 ના રોજ દેશના નરેન્દ્રભાઇ મોદી એરપોર્ટથી રેસકોર્ષ રોડ શો અને રેસકોષ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેર સભા  વિવિધ કાર્યક્રમમાં ઉ5સ્થિત રહેવાના હોય વડાપ્રધાનના રાજકોટ મહાનગરની મુલાકાતને યાદગાર બનાવવા શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ થઇ રહી છે.

કમલેશ મીરાણીની અઘ્યક્ષતામાં અને રાજયના મંત્રી અરવિંદ રૈયાણી, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, યુવા મોરચાના અગ્રણી પૃથ્વીસિંહ વાળા, હિરેન રાવલ, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, અમિત બોરીચાની ઉ5સ્થિતિમાં શહેર ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કમલેશ મીરાણી, અરવિંદ રૈયાણી, ડોી પ્રદિપ ડવએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રાજકોટ મહાનગર ખાતે સત્કારવા પૂર્વ તૈયારીના ભાગરુપે પ્રાસંગિક પ્રવચન આપી જરુરી માર્ગદર્શન અને દિશાસુચન કરેલ હતું. આ બેઠકમાં સ્વાગત કીશન ટીલવા, સંચાલક કુલદીપસિંહ જાડેજા આભાર વિધી હેમાંગ પીપળીયાએ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.