Abtak Media Google News

પંચનાથ સાર્વજનિક હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગનું પૂ.નમ્રમુનિ મ.સા.ના હસ્તે લોકાર્પણ

ઓક્સિજન સપ્લાય, વેન્ટિલેટર, ડિ-ફેબ મશીન પોર્ટબલ એક્સ-રે મશીન, ઇસીજી મશીન, મોનિટર, ઇમરજન્સી મેડિસિન વગેરેથી સજ્જ છે ઇમરજન્સી વિભાગ

શ્રી પંચનાથ સાર્વજનિક હોસ્પિટલમાં રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના દર્દીઓ માટે અનેક સુવિધાસભરવિભાગો શરૂ કરવામાં આવ્યા છે જેમાં ગાયનેક વિભાગ શરૂ કરવામાં આવ્યો જે અંતર્ગત લેબર રૂમ અને સિઝેરિયન રૂમનો સમાવેશ થાય છે. ડેન્ટલ વિભાગમાં ઓપીજી એક્સ-રે મશીન કાર્યરત કરવામાં આવ્યું. લેબોરેટરીમાં અનેક નવા ટેસ્ટ રાહત દરે શરૂ કરવામાં આવ્યા કાન,નાક,ગળા વિભાગમાં ઓડિયોમેટ્રી રૂમશરુ કરવામાં આવ્યો જે દ્વારા કાનના પડદા તેમજ કાનની સાંભળવાની શક્તિનું નિદાન કરી શકાય છે. ગેસ્ટ્રો-અન્રટોલોજીમાં એન્ડોસ્કોપી અને કોલોનોસ્કોપી મશીન નો ઉમેરો કરવામાં આવ્યોછે.

Advertisement

ઉપરાંત બહાર ગામના દર્દીઓ માટે તેમજ તેમના સગા માટે અને સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થામાટે ભોજનાલયની શરૂઆત કરવામાં આવી, નોંધનીય છે કે દાખલ દર્દીઓને વિનામુલ્યે ભોજન આપવામાં આવે છે

આ જ રીતે પંચનાથ હોસ્પિટલમાં ઉતરાયણ પછી તુરંત આજે રાષ્ટ્રીય સંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના શુભ હસ્તે ઇમરજન્સી વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. કોરોનાના સમયે પણ નમ્રમુનિ મહારાજ સાહેબે એક કરોડના ખર્ચે પંચનાથ ટ્રસ્ટને અમેરિકાથી અનુદાન અપાવીને ખૂબ જ જરૂરી એવા બે ઓક્સિજન પ્લાન્ટ અપાવેલ હતા.

શ્રી પંચનાથ ઈમરજન્સી વિભાગ અત્યાધુનિક અને જરૂરી સંપૂર્ણ મેડિકલ સાધનોથી સુસજજ છેજેમાં ઓક્સિજન સપ્લાય,વેન્ટિલેટર એક્સરે મશીન ડિ-ફેબ, ઇસીજી મશીન, મોનિટર, મશીનનો સમાવેશ થાય છે. ઇમરજન્સી વિભાગમાં એકી સાથે ચાર દર્દીઓને લઈ શકાય તે માટે ચાર બેડ ની વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત ત્રણ સ્ટ્રેચર, બે વ્હીલચેર પણ રાખવામાં આવેલ છે. ઇમરજન્સીની તમામ દવા તેમજ સર્જીકલ આઈટમો પણ રાખવામાં આવેલ છે.

ઇમરજન્સી વિભાગમાં એકસીડન્ટ, પોઈઝન પી જવું વગેરે જેવી તકલીફો માટે ફિઝીશ્યન, ઓર્થોપેડિક, ડોક્ટર, ગાયનેક ડોક્ટર, ન્યુરોસર્જન, વાસ્ક્યુલર સર્જન, જનરલ સર્જન, વગેરે જરૂરી ડોક્ટરોની ટીમ કાર્યરત રહેશે 24 કલાક મેડીકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ રહેશે.

રાજકોટમાં સૌથી રાહત દરે ઇમરજન્સી વિભાગ પંચનાથ હોસ્પિટલમાં કાર્યરત રહેશે. જેમાં કેસ ફી ફક્ત 300 રૂપિયા અને ડોક્ટર વિઝીટ 500 રૂપિયા રહેશે નોંધનીય છે કે પંચનાથ હોસ્પિટલમાં જે દિવસ દરમિયાન નિયમિત ચાર્જમાં લેબોરેટરી, સોનોગ્રાફી, એક્સ-રે, સીટી સ્કેન નો ચાર્જ થાય છે તે જ ચાર્જ ઈમરજન્સીના દર્દી પાસેથી લેવામાં આવશે ઇમરજન્સીનો કોઈ પણ વધારાનો ચાર્જ ડાયગ્નોસ્ટિક અથવા દાખલ થવા માટે વસૂલવામાં આવતો નથી જે મોટી બાબત છે.

શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ મંત્રી મયુરભાઈ શાહ કોષાધ્યક્ષ ડી વી મહેતા ટ્રસ્ટીઓ ડો. રવીરાજ ગુજરાતી અનીલભાઈ દેસાઈ વસંતભાઈ જસાણી મહેન્દ્રસિંહ ગોહિલ નીરજભાઈ પાઠક જૈમિનભાઈ જોષી સંદીપભાઈ ડોડીયા નિતીનભાઇ મણીયાર નારણભાઈ લાલકીયા જેવા સેવાના ભેખધારીઓ સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાને રાહતદરે સચોટ અને ઝડપી સેવા પીરસવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.

Namramuni Maharaj બીજાનું દુ:ખ દેખાઇ તે પરમાર્થ અને પોતાનું જ સુખ દેખાઇ એ આપણો સ્વાર્થ: નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ ‘અબતક’ સાથે થયેલી વાતચીતમા જણાવ્યુ કે પંચનાથ હોસ્પિટલના આંગણે ઇમરજન્સી સારવાર વોર્ડનું લોકાર્પણ અર્થે આવવાનું થયું. જે પ્રકારે દેવાંગભાઈની ટીમ જે હોસ્પીટલમા દર્દીઓની સારવાર કરે છે. બધાની મદદ કરે છે અને વાસ્તવિકતા એ છે કે જ્યારે આપણને બીજાનું દુ:ખ દેખાય તે પરમાર્થ છે, પોતાનું જ સુખ દેખાય એ આપણો સ્વાર્થ છે. જ્યારે જગતમાં સ્વાર્થીઓ હજારો હોય છે. ત્યારે કોઈક પરમાર્થી હોય છે. પંચનાથ હોસ્પીટલ પરમાર્થ ભાવે લોકોની સેવા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.