Abtak Media Google News

12મી મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. હવે આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરાઇ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરી સમયે શરૂઆતમાં જ બન્ને વચ્ચે ટક્કર જોવા મળી હતી..

Advertisement

આ મત ગણતરી મુજબ કર્ણાટક વિધાનસભા ચુટણીમાં ભાજપ 93, કોંગ્રેસ 82, જેડીએસ 40 બેઠક પર આગળ છે. ચામુંડેશ્વરી બેઠક પરથી સિદ્ધારમૈયા 6000 મતથી પાછળ જોવા મળી રહ્યાં છે. કર્ણાટકના સીએમ બન્ને બેઠક પરથી પાછડ ચાલી રહ્યા છે.

આ વિધાનસભા ચૂંટણીમાં એક તરફ સિદ્ધારમૈયા અને બીએસ યેદિયુરપ્પા વચ્ચે ખુરશી માટે જંગ છવાઈ છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે જંગ જોવા મળી રહી છે.

આ ચુકાદો ભાજપ માટે 2019 પહેલો ચુકાદા જેવો છે જ્યારે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે. કુલ 224 બેઠકોમથી 222 બેઠકો પર ચૂંટણી યોજાય હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.