Abtak Media Google News

જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવા સેંકડો લોકો ઉમટી પડ્યા

મોરબીના ખાનપર ગામે તંત્ર દ્વારા અનુસૂચિત જાતિના સ્મશાન માટે જે જમીન ફાળવવામાં આવી તેના વિરોધમાં આજે ૧૦૭ ગામોના સરપંચોએ પાટીદાર સમાજના સમર્થનમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ત્રણ દિવસમાં સ્મશાન મુદ્દે ચાલતા વિવાદનો અંત લાવવા માંગણી કરી આવેદનપત્ર પાઠવતા મામલો ગરમાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખાનપર ગામે દલિત સમાજના સ્મશાન માટે ખરવાડની વધારાની ૨૦ ગુઠા જમીન ફાળવવામાં આવતા ખાનપરના સેંકડો ખેડૂતોએ ગઈકાલે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. જેમાં ૧૦૭ ગામોના સરપંચોની સહી સાથે વિવાદિત જમીન ફાળવણી રદ કરવા માંગણી કરાઈ છે, જો આ અંગે તાકીદે કોઈ નિર્ણય નહિ લેવાઈ તો ત્રણ દિવસ બાદ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે.

Img 20180514 Wa0032ખાનપર ગામના ખેડૂતોએ આવેદનમાં જણાવ્યું કે દલિત સમાજને ખેડૂતોની ખરાવાડની સર્વે નં.૨ ની ૨૦ ગૂંઠા જમીનમાં સ્મશાન માટે કલેક્ટરે હુકમ કરેલ છે. આ હુકમ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવ્યો છે. જેને તાત્કાલિક રદ કરવામાં આવે તેવી ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે. આ હુકમ રદ નહિ થાય ત્યાં સુધી ખેડૂતોની લડત ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ડી.એલ.આરની માપણી ખોટા દસ્તાવેજો ઉભા કરીને કરવામાં આવી હતી. જેથી નવેસર થી આ માપણી કરીને ખોટી માપણી કરવામાં જવાબદાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી છે. સ્મશાન માટે ફાળવવામાં આવેલી ખરાવાડની જમીન ખેડૂતો વર્ષોથી ઉપયોગમાં લઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના હુકમ કરવામાં આવતા ખેડૂતો નારાજ છે. આમ ગઈકાલે ૧૦૭ ગામોના સરપંચના લેટરપેડ સાથે આવેદનપત્ર અપાતા હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.