Abtak Media Google News

“ખેડે તે ખેડૂત

ખેતીનું મહત્વ સમજીને સ્વ.વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ‘જય જવાન, જય કિસાન’નું આપ્યું હતું સુત્ર : આર્થિક

રીતે ડામાડોળ સ્થિતિમાંથી ઉગારવા ખેતી અગત્યનું સાધન બનશે : બિન ખાતેદારોને ખેતીની જમીન ખરીદવાની છુટ ક્યારે?

આઝાદી પહેલા દેશના જુદા-જુદા ભાગમાં જમીનની માલીકી મુદ્દે જુદી જુદી નીતિઓ અમલમાં હતી. જેમાં જમીનદારશાહી, સામંતશાહી અને રૈયતવાળીનો સમાવેશ થાય છે. જમીનો પર બ્રિટીશ હકુમતના વિસ્તારો સીવાય દેશી રજવાડાની માલીકી હતી. રાજ્ય માટે મુખ્ય આવકનું શાસન જમીન મહેસુલ જ હતું અને તે સમયે ૯૦ ટકા આવક ખેતી પર નિર્ભર હતી. જમીનદારો ખેડૂતો પાસેથી આકરી રીતે જમીન મહેસુલ વસુલ કરતા હતા. તે સમયે મહારાષ્ટ્ર અને ગુજરાતનો પ્રદેશ મુંબઈ પ્રાંત તરીકે ઓળખાતો. આઝાદી બાદ મુંબઈ પ્રાંતમાં ગણોતધારો ૧૯૪૮ અમલમાં આવ્યો અને ખેડૂતો જે સંરક્ષિત ગણોતીયા અને આરંક્ષીત ગણોતીયા હતા તેઓને ખેડે તેની જમીનની રાહત મળી. આ કાયદો તે સમયે ખુબજ અસરકારક હતો. જો કે, અત્યાધુનિક યુગમાં આવા નિર્ણયોમાં સુધારા ખપે છે. હાલ દેશની લાખો-કરોડો એકર જમીન એવી છે જેના માલીકો ખેડૂત નથી. આવી જમીનો પર ખેતી થઈ શકે છે પરંતુ ખેતી થતી નથી. જેથી અમુલ્ય જમીન પડતર થઈ ગઈ છે.

Advertisement

આ વાતને કર્ણાટક સરકાર ખુબ સારી રીતે જાણી ગઈ છે અને ખેતીની જમીનના નિયમોમાં ધડમુળથી ફેરફાર કરવાની પગલા લીધા છે. જેના અનુસંધાને કર્ણાટક સરકારે જે વ્યક્તિ ખાતેદાર ન હોય તે વ્યક્તિ પણ ખેતીની જમીન ખરીદી શકે તેવી છુટછાટ આપી છે. જેમ કર્ણાટક સરકારે ખેતીના વિકાસ માટે નિર્ણય લીધો તેવી જ રીતે ગુજરાતમાં પણ છુટછાટનો નિર્ણય સરકાર લઈ શકે છે. કર્ણાટકમાં ૪૬ વર્ષ પહેલા જમીન સુધારા કાયદો અમલમાં મુકાયો હતો. જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યા છે. કર્ણાટકમાં અત્યારે ૯૮.૯૫ લાખ હેકટર જમીન ખેતીલાયક છે. પરંતુ તેમાંથી ૨૨ લાખ હેકટરમાં ખેતી થતી નથી. આ જમીનો એવા લોકોની છે જેમણે હવે ખેતીથી છેડો ફાડ્યો હતો.

જમીન ટોચ મર્યાદા મુદ્દે પણ કર્ણાટક સરકારનો નિર્ણય ઐતિહાસિક જણાય રહ્યો છે. કોઈ એક વ્યક્તિ કે, પરિવાર અમુક સીમીત ક્ષેત્રફળની જમીન જ ખરીદ કરી શકતો હતો. પરંતુ હવે તેમાં પણ કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. જો કે, સિંચાઈ માટેની જમીન સામાન્ય લોકોને ખરીદવાની છુટ અપાશે નહીં. નોંધનીય છે કે, કેટલાક કાયદાના કારણે આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જમીનની કિંમત ઓછી આંકવાની મજબૂરી ઉભી કરે છે. જમીનની કિંમત ઓછી બતાવી પડે છે. હવે યદુરપ્પા સરકારના નિર્ણયના કારણે જે ખેડૂતની ખેતી સીવાયની આવક ૨૫ લાખથી વધુ હશે તેનો ખેડૂતનો દરજ્જો છીનવાઈ જશે. અગાઉ આ આવક માત્ર ‚ા.૨ લાખ ગણવામાં આવતી હતી.

કૃષિ માત્ર રોજગારી અને અર્થવ્યવસ્થા સાથે સંલગ્ન એક પરિબળ જ નથી પણ સીધેસીધી અન્નસુરક્ષા સાથે જોડાયેલી છે. રોટી, કપડાં, મકાન પાયાની જરૂરિયાતો છે. કૃષિ આ પાયાની જરૂરિયાતોમાંની સૌથી અગત્યની બે જરૂરિયાતો રોજગારી અને રોટી એટલે કે અન્નસ્વાવલંબન અને અન્નસુરક્ષા છે.

ખેતીની જમીન નાના-નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય તો કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર આધારિત રોજગારી પર તો અસર પડે જ. સાથેસાથે ભારતનું ગ્રામ્ય બજાર તેની ખરીદશક્તિ ગુમાવે, જેની સીધી અસર મોટા ઉદ્યોગો અને શહેરી અર્થવ્યવસ્થા પર થાય.

આમ જોઈએ તો કૃષિ કુલ જીડીપીના ૬૫ ટકા જેટલો ફાળો અર્થવ્યવસ્થામાં આપે છે. કૃષિ ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું રાખતી તેમજ ગ્રામ્ય રોજગારી પૂરી પાડતી પાયાની પ્રવૃત્તિ છે. આજે ભલે અન્ય રીતે અર્થવ્યવસ્થાના ઔદ્યોગિક અથવા સર્વિસ સેક્ટર (સેવા ક્ષેત્ર) જેવાં વિવિધ ક્ષેત્રોમાં આપણે પ્રગતિ કરી છે, તે છતાં આજે પણ કુલ રોજગારીના ૫૦ ટકા એટલે કે અડધોઅડધ કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર પૂરી પાડે છે.

એક ક્ષણ માટે આપણે વિચારીએ કે લગભગ બિનપોષણક્ષમ બની ગયેલા ખેતીથી ખેડૂત દૂર થાય અને એને પરિણામે કૃષિ સંલગ્ન રોજગારીની તકો પણ ઘટવા લાગે તો શહેરો તરફની દોડ વેગવંત બનશે. આવું થાય તો અત્યારે પણ જેમની આંતરમાળખાકીય સવલતો જબરજસ્ત દબાણ હેઠળ છે તેવાં શહેરો આ વધારાનો બોજ નહીં લઈ શકે અને શહેરી આંતરમાળખું તૂટી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે.

વર્તમાન સમયે ખેતીની આડે અનેક પડકારો રહેલા છે. આંતર માળખાકીય સવલતોમાં અભાવની સાથોસાથ જમીન ખરીદીમાં બિન ખાતેદારોને અળગા રાખવાની વાત પણ આ પડકારોમાં સામેલ છે ત્યારે કર્ણાટક સરકારે લીધેલો નિર્ણય સમગ્ર દેશ માટે મહત્વનો બની જાય તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.

  • ખેત જમીન ટોચ મર્યાદાએ ‘માજા’ મુકી

દેશ આઝાદ થયા બાદ ખેતી કરનારને જમીનના માલિકી હક્ક આપતા કાયદાથી ‘ખેડે તે ખેડુત’ બની ગયા બાદ ૧૯૭૫માં ખેતીની જમીન માટે વધુ એક કાયદો ટોચ મર્યાદા ધારા લાગુ કરવામાં આવ્યો હતો. વિશાળ જમીનના માલિકો રાતો રાત ૫૧ એકર પુરતા જ મયાદીત બની ગયા હતા. વધારે જમીનનો કબ્જો ધરાવતા ખાતેદારોની જમીન સરકાર દ્વારા ખાલસા કરવામાં આવી હતી. ટોચ મર્યાદા કાયદાના કારણે જમીનદારો પોતાની જમીન બચાવવા પોતાના સગા સંબંધીઓના ખાતે કરવાનું શ‚ થયું હતુ. બીજી તરફ જમીનદાર અને સરકાર વચ્ચે કાયદાકીય જંગ શ‚ થયો હતો. જમીન ટોચ મર્યાદાનો કાયદો ૧૯૯૯માં સરકાર દ્વારા રદ કરાયા બાદ હજી કેટલાય કેસ કોર્ટમાં પેન્ડીંગ છે.

  • કોન્ટ્રાકટ ફાર્મિંગ પ્રત્યે ઉદાસીનતા

ગુજરાત સહિત દેશભરમાં કોન્ટ્રાકટ ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતી અંગે ઉદાસીનતા જોવા મળે છે. કૃષિને વેગ આપવા માટે ખેતીમાં વ્યાપારને પ્રાધાન્ય આપવું જ‚રી છે. જમીન ભાડાપટ્ટે લેવી કે કોમોડીટી અધિનિયમ હેઠળ વેપાર કરવો તે ખેડૂતના હિતમાં પણ રહે છે. કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ પણ કરાર આધારિત ખેતીના આધારે વેગવાન બને છે. અમેરિકા, બ્રિટન સહિતના દેશોમાં કરાર આધારિત ખેતીનું ચલણ છે. પરંતુ ભારતમાં કરાર આધારિત ખેતી પ્રત્યે સરકારની ઉદાસીનતા જોવા મળે છે. જો કરાર આધારિત ખેતીનું ચલણ વધે તો ઈન્ફાસ્ટ્રકચરને પણ ફાયદો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓ ખેતી માટે ખેડૂતોનો સંપર્ક સાધી બન્ને વિન-વિન પોઝિશનમાં રહે તેવી સ્થિતિ ગોઠવી શકે છે.

  • ખેતીની જમીનમાં ધીરાણ આપવામાં બેન્કોના ઠાગાઠૈયા કેમ?

ખેતીના વ્યવસાયને ઉદ્યોગમાં સમાવેશ ન થયો હોવાથી ખેતીની ઉપજથી માંડી ખેતીની જમીન પર ધિરાણ મેળવવામાં ખેડુતોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખેતીની જમીન કરોડો ‚પિયાની પરંતુ તેના પર ધિરાણ સામાન્ય રકમનું જ મળતું હોય છે. વર્ષો પહેલા ખેડુતોને આર્થિક જ‚રીયાતના સમયે ખેતીની જમીન શાહુકારો લખાવી ધિરાણ આપતા હોવાથી ખેતીને મોર્ગેજ ન કરવા અમલમાં આવેલા કાયદાના કારણે બેન્ક ખેતીની જમીન મોર્ગેજ કરી ન શકતા કરોડોની જમીન હોવા છતાં સામાન્ય ધિરાણ જ ખેડુતને મળતું હોવાથી ખેતીનો વ્યવસાય પછાત રહ્યો છે. ખેતીના વ્યવસાયને અન્ય વ્યવસાયની જેમ આર્થિક ધિરાણ મળતે તો સબસીડી સહિતના કેટલાય પ્રશ્ર્નો આપો આપ હલ થઇ શકે છે.

  • ખેતી ટૂકડામાં વહેંચાઇ જતા સમસ્યા વકરી

ખેડૂતોના વિકાસની સામે સૌથી મોટો પડકાર નાની જમીનનો છે. ભારતમાં ૯૦ ટકાથી વધુ ખેડૂતો સીમાંત છે. જમીનના ટૂકડા વધુ હોવાના કારણે માર્જીનમાં ઉત્પાદન લઈ શકાતું નથી. આંકડા મુજબ ૧૯૭૦-૭૧માં સીમાંત ખેડૂતોની ટકાવારી ૭૦ ટકાની હતી. જે ૨૦૧૧ સુધીમાં વધુની ૮૫ ટકાએ આંબી ગઈ હતી અને ૨૦૩૦ સુધીમાં સીમાંત ખેડૂતો ૯૫ ટકાએ ધકેલાઈ જશે તેવી દહેશત છે. એક સમયે કહેવાતું કે, ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ઠ નોકરી પરંતુ આને બદલે જગતનો તાત કનિષ્ઠ ખેતીનો ભોગ બની ગયો છે અને ગરીબી રેખા નીચે ધકેલાઈ જતાં ઉત્તમ નોકરી તરફ વળ્યો છે.

  • ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં દાંડાઇ શા માટે?

વીમા કંપની તમામ ક્ષેત્રમાં વિવિધ પ્રકારની પોલીસી આપે છે ત્યારે ખેડુતોને પણ પાક વીમા સુરક્ષા હેઠળ આવરી લેતી ઘણી પોલીસી વીમા કંપની દ્વારા આપી ખેડુતો પાસેથી પાક વીમાં માટે પ્રિમીયમ ઉઘરાવ્યા બાદ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડયો તેની ગણતરી કરી પાક વીમાની ટકાવારી જાહેર કરવામાં આવતી હોય છે. ઓછો વરસાદ થાય ત્યારે અને વધુ વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતા વીમા કંપની દ્વારા વીમો ચુકવવો પડતો હોય છે. પરંતુ વીમા કંપની દ્વારા કયાં કેટલો વરસાદ થયો અને વધુ વરસાદના કારણે કેટલું નુકસાન થયું તે અંગે આનાવારી કરવામાં આવે છે અને ખેડુતોને થયેલા નુકસાન સામે ઓછો વીમો ચુકવવા ડાંડાઇ કરવામાં આવતી હોય છે.

  • ખેતીને ‘અનામત’ રાખવાની બેવકુફી

એક સમયે પછાત વર્ગના ઉદ્ધાર માટે અનામત વ્યવસ્થા અમલમાં આવી હતી. આ વ્યવસ્થાને માત્ર ૧૦ વર્ષ સુધી અમલમાં રાખવા કે તેમાં સુધારો કરવાની હિમાયત થઈ હતી. પરંતુ આજે પણ આ પ્રથા અમલમાં છે. અનામત પ્રથાએ તમામ ગરીબો કે પછાતોનો વિકાસ આજ સુધી કર્યો નથી. એવી જ રીતે ખેતીને પણ માત્ર ખાતેદારો પુરતુ અનામત રાખવાના માઠા પરિણામો ભોગવવા પડશે તેવી ભીતિ છે. જો દર વર્ષે ખેતી પાછળ લાખો કરોડોની સબસીડી અપાય છે. યુરીયાથી લઈ ઓજારો ખરીદવાની સબસીડી આપવામાં આવે છે.

  • ખેતીને ઉદ્યોગનો દરજ્જો ક્યારે?

દેશના અર્થતંત્ર પર સઘળો આધાર જેના પર રહેલો છે તેવી ખેતીને આજ સુધી ઉદ્યોગનો દરજ્જો સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી. ઉદ્યોગનો દરજ્જો ન આપવા મળવા પાછળ રાજકીય અને સહકારી ક્ષેત્રના આગેવાનોની બેદરકારી કારણભૂત છે. જો ખેતીને પણ ઉદ્યોગનો દરજ્જો મળી જાય તો જે રીતે ઉદ્યોગીક ક્ષેત્રને સરકારની યોજનાઓનો લાભ મળે છે તેવી રીતે ખેતીને પણ મળે. ઉપરાંત જમીન ટોચ મર્યાદાનો કાયદો પણ ખેડૂતોને નડે નહીં. ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપવાથી ખેડૂતો ઉદ્યોગ સાહસીક બનશે. ઉપરાંત ઈન્ફાસ્ટ્રકચરનો વિકાસ પણ ઝડપથી થશે. જેમ ઉદ્યોગીક એકમો માટે ધિરાણ સરળથી મળે છે તેમ ખેતી માટે પણ ધીરાણ સરળતાથી મળશે.

  • ઈન્ફાસ્ટ્રકચરના ‘અભાવ’થી ૩૫ ટકા ખેત ઉત્પાદનનો બગાડ

દેશમાં ઉત્પાદનતો ખુબ ઉંચુ આવે છે પરંતુ ઈન્ફાસ્ટ્રકચરનો વિકાસ અપુરતો હોવાના કારણે દર વર્ષે ૩૫ ટકા ખેત ઉત્પાદનોનો બગાડ થાય છે. જ્યાં વિશ્ર્વમાં આ બગાડની સરેરાશ માત્ર ૧ થી ૨ ટકા જેટલી જ છે. ત્યાં ભારતમાં તોતીંગ ૩૫ ટકા જેટલો બગાડ થતો હોવાથી ખેડૂતોની હાલત દયનીય બની જાય છે. બગાડના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે છે. દેશમાં કોલ્ડ સ્ટોરેજ, ગોડાઉન, રોડ-રસ્તા સહિતના ઈન્ફાસ્ટ્રકચરનો અભાવ છે જેના અભાવે ખેત ઉત્પાદનો બજાર સુધી નિશ્ર્ચિત સમયે બજાર સુધી પહોંચી શકતા નથી અને વર્ષે દહાડે કરોડોનું નુકશાન થતું જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.