Abtak Media Google News

અનેક આગેવાનોના નામોની ચર્ચાએ જોર પકડયું: અંદર ખાને ચૂંટણી પૂર્વેની તૈયારી પણ શરૂ

જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવતા જામજોધપુરમાં રાજકીય ગરમાવો આવ્યો જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીના ગણતરીના જ મહિનાઓ જ બાકી હોય જામજોધપુર પંથકમાં રાજકીય ગરમાવો ભર ચોમાસે આવી ગયો છે. રાજકીય પંડિતોની નજરે અનેક માથાના નામોની ચર્ચા થવા લાગી છે જેમાં મોટી ગોપ જીલ્લા પંચાયત સીટ ઉપર સીટીંગ ઉમેદવાર હેમતભાઇ હરદાસભાઇ ખવા ફરી મેદાનમાં ઝુકાવશે તેમજ હાલ ગીંગણીની જિલ્લા પંચાયતની સીટ પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. આ સીટ પર પટેલ સમાજના પ્રમુખ હિરેનભાઇ ખાંટ તેમ જ મોટું ગણાતુ રાજકીય માથુ એસઆરપી (રમેશભાઇ સાપરીયા) ફરીથી સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે. ત્યારે આ શીટ પર ગત વખત નજીવા મતે હારી ચુકેલા ખુશાલભા ફરી મેદાનમાં આવશે કે કેમ તે ચર્ચા સ્થાને છે. તેમ જ આ સીટ ઉપર માર્કેટીંગ યાર્ડના પ્રતિષ્ઠીત વેપારી તેમજ સામાજીક ક્ષેત્રે જોડાયેલા એક રાજકીય માંધાતાનું નામ પણ હાલ ચર્ચામાં છે. તેમજ સ્વ. એડવોકેટ જયેન્દ્ર મકવાણાના ધર્મપત્ની દક્ષાબેન મકવાણાનું નામ પણ ચર્ચામાં છે. એડવોકેટ જેન્દ્રભાઇ મકવાણા વર્ષો થયા રાજકારણમાં જોડાયેલ હતા ઉપરાંત સરપંચ

અરવિંદભાઇ બગડા પણ જિલ્લા તાલુકાની ચૂંટણી લડવા ઉત્સુક છે. ત્યારે ચર્ચાતી વિગત મુજબ આ વખતે ભાજપ કોંગ્રેસમાંથી અનેક મોટા માથા ચુંટણીમાં ઝુકાવવાના હોય કોનું પતુ કપાશે તે તો આગામી સમય જ કહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.