Abtak Media Google News

જવાનોએ હિંસક ટોળાથી સ્વરક્ષણ માટે ફાયરીંગ કર્યું હતુ: લેફટ. જનરલ અર્જુન પલ

દક્ષિણ કાશ્મીરમાં ગત શનિવારે પથ્થરબાજો સામે સેનાએ કરેલા ફાયરિંગમાં ૩ નાગરીકોનાં મૃત્યુ થવાના કિસ્સામાં ભારતીય સેનાના અધિકારીઓ ‘આરોપી’ જવાનોની પડખે છે

દક્ષિણ કાશ્મીરનાં શોપીઅન શહેરમાં પથ્થરબાજોને કાબુમાં લેવા જવાનોએ પ્રથમ હવામાં અને ત્યારબાદ ટોળા પર ફાયરિંગ કર્યુ હતુ આ ઘટનામાં ૩ લોકો માર્યા ગયા છે. આજે સેના અધિકારીઓએ જણાવ્યું કે જવાનોએ સ્વરક્ષણ માટે ફાયરિંગ કર્યું હતુ પથ્થરબાજો પાગલની માફક હુમલો કરી રહ્યા હતા હવામાં ફાયરીંગ કરીને ચેતવણી આપવા છતા તેઓ પાછળ હટવા અથવા પથ્થરમારો બંધ કરવા તૈયાર ન હતા. તેઓ જવાનો પર સતત પથ્થરોનો રીતસર વરસાદ જ વરસાવતા હતા. પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ એટલે જવાનોએ ન છૂટકે પોતાનો જીવ બચાવવા બેકાબૂ ટોળા પર ફાયરીંગ કરવું પડયું હતુ તેમાં તેમનો કોઈ જ કૂસૂર નથી.

લેફટ. જનરલ અર્જુન પાલે જણાવ્યું કે અમે ઈન્ટરનલ ઈન્કવાયરી બેસાડી છે. જે રાજનીતિથી પર છે. કાશ્મીર પોલીસે એફઆઈઆર ફાઈલ કરી છે તેની સામે અમે કાઉન્ટર એફઆઈઆર ફાઈલ કરી છે. શોપીઅન ગંડરપૂરા ચોકમાં ટોળુ હિંસક બન્યું હતુ જવાનો પાસે કોઈ અન્ય વિકલ્પ ન હતો.મુખ્યમંત્રી મેહબૂબા મૂફતીએ મેજીસ્ટરીઅલ ઈન્કવાયરી બેસાડવાની ખાતરી આપી છે. ત્યારે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.