Abtak Media Google News

લાંબા અંતરના ૯૦૦૦ મોર્ટાર સેલ છોડતું બીએસએફ: પાકિસ્તાન રેન્જર્સની આંખે અંધારા આવી ગયા

ચાર દિવસથી સરહદ પર પાક. સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જેમાં અનેક ભારતીય નાગરિકોના મોત થયા છે. તેમજ કેટલાક જવાનો શહિદ થયા છે. ભારતીય સૈન્યએ પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવાનું શ‚ કરી દીધું છે. બીએસએફએ કરેલા ફાયરીંગમાં પાક વિસ્તારના ૫ થી ૬ રેન્જરના મોત થયા હોવાનું જાણવા મળે છે.

વિગતો મુજબ છેલ્લા ત્રણ દિવસમાં ભારે ગોળીબાર દરમિયાન ભારતીય સૈન્યના ૬ જવાનો ઉપરાંત અન્ય નાગરિકો સહિત કુલ ૧૧ લોકોના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત ૬૦ લોકોને ઈજાઓ પહોંચી હતી. સતત થયેલો ગોળીબારનો બીએસએફએ જડબાતોડ જવાબ આપ્યો છે. બીએસએફએ લાંબા અંતરના મોર્ટાર સેલ છોડવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત ૮ એમ.એમ.એરીયા વેપનનો ઉપયોગ પણ સૈન્યએ કર્યો છે. ભારે ગોળીબારના કારણે પાકિસ્તાનના ૬ રેન્જરના મોત થયા હોવાનું જાણવા મળે છે.

ટૂંકાગાળાના મોર્ટર રેન્જર ૯૦૦ મીટરની અંદરનો ટાર્ગેટ હીટ કરી શકે છે. જયારે લાંબા અંતરના મોર્ટર સેલ બહોળો વિસ્તાર કવર કરે છે. ચાર દિવસમાં બીએસએફએ ૯૦૦૦ મોટર સેલ છોડી પાકિસ્તાન રેન્જર્સની આંખે અંધારા લાવી દીધા છે. ભારતીય સૈન્ય દ્વારા થયેલો તોપમારો ખૂબજ ભયંકર નિવડયો છે.

તાજેતરમાં રાજનાથસિંહે બીએસએફને સંપૂર્ણ સત્તા આપી દીધી છે. પાકિસ્તાન સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. જો પાકિસ્તાનીઓ એક ભારતીય સૈનિકને મારે તો પાકિસ્તાનના પાંચ મારવાની સલાહ રાજનાથસિંહે આપી છે. પરિણામે બીએસએફ દ્વારા સરહદે ગોળા વરસાવવાનું શરૂ કરાયું છે. મોર્ટાર મારામાં પાકિસ્તાનના ૬ રેન્જર હણાઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.