વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે તા.03-06-2023ના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી કલરના ફુલોની પાંદડીના વાઘા તેમજ સિંહાસનને લાલ ફુલનો દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ તેમજ સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
કષ્ટભંજન દાદાને રંગબેરંગી ફુલોના વાઘાનો દિવ્ય શણગાર
By ABTAK MEDIA1 Min Read
Previous Articleદાણીધારધામ નાથજી દાદા ટ્રસ્ટ દ્વારા ચતુર્થ શતાબ્દી મહોત્સવ
Related Posts
Add A Comment