Abtak Media Google News

શિવાય ડેવલપર્સનું સોપાન: નવ માળની ઈમારત હશે અનેક સુવિધાઓથી સજજ

 

સંઘપ્રદેશ સેલવાસનાં નરોલી રોડ ખાતે આવેલ શિવાય ડેવલપર્સ દ્વારા નવા પ્રોજેકટની શ‚આત કરવામાં આવી છે. પ્રોજેકટ અંતર્ગત કસ્તુરી ફલોરિડસ નામની ૯ માળની ઈમારત બનાવવામાં આવશે જેના ફલેટોનું બુકીંગ શરૂ થઈ ચૂકયું છે.

ગત રવિવારે પુજા અર્ચના કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાગરભાઈ પંસુરીયા અને તેની પત્નીએ વિધીમાં ભાગ લીધો હતો જિતેનભાઈ સંપત, મહેશભાઈ પંસુરીયા, કુમારપાલભાઈ જૈન, દિલીપભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

નવા પ્રોજેકટ અંગે એક ગ્રાહકે જણાવ્યું હતુ કે કસ્તુરી ફલોરિડસનો પ્લાન ખૂબ સરસ છે. સંઘપ્રદેશ સેલવાસમાં આ પ્રકારનો પ્લાન હજુ સુધી બન્યો નથી સેલવાસમા આ પ્રકારનો પ્રોજેકટ પ્રથમ વખત બનવા જઈ રહ્યો છે. બિલ્ડર જયદિપસિંહ પરમારે જણાવ્યું કે કસ્તુરી ફલોરિડ્સ સેલવાસનો પ્રથમ પ્રોજેકટ છે. લોકોનું ઘરનું સ્વપ્ન હવે આ પ્રોજેકટ સાકાર કરશે નરોલી રોડ સ્થિત કુસ્તરી ફલોરિડસમાં ગ્રાહકો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવશે. આ ઈમારત ૯ માળની બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.