Abtak Media Google News

બ્રિજ બનાવવા કન્સલ્ટન્ટ ની નિમણુંક કરવા પ્રસિઘ્ધ કરાયેલા ટેન્ડરમાં ત્રણ એજન્સીની ઓફર: ટુંકમાં સ્ટેન્ડીંગમાં દરખાસ્ત

શહેરમાં દિન-પ્રતિદિન વિકરાળ બની રહેલી ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 18 અન્ડર બ્રિજ તથા ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. કે.કે.વી. ચોક ખાતે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ એલીવેટેક બ્રિજનું લોકાપર્ણ કરી દેવાતા હાલ શહેરમાં એક પણ બ્રિજનું કામ ચાલુ નથી. દરમિયાન હવે કાલાવડ રોડ પર કટારિયા ચોકડી અને 1પ0 ફુટ રિંગ રોડ પર રૈયા ટેલીફોન એકસચેન્જ ચોક ખાતે ઓવરબ્રિજ બનાવવાની દિશામાં કોર્પોરેશન આગળ વધી રહ્યું છે. આ બન્ને બ્રિજ માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવા માટે પ્રસિઘ્ધ કરવામાં આવેલા ટેન્ડરમાં અમદાવાદની ત્રણ એજન્સીની ઓફર આવી છે. ટુંક સમયમાં ક્ધસલ્ટન્ટ નિમવા અંગે સ્ટેન્ડીંગમાં દરખાસ્ત કરવામાં આવશે.

Advertisement

આ અંગે કોર્પોરેશનના ઇજનેરી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર બજેટમાં શહેરના કટારિયા ચોકડી તથા રૈયા ટેલીફોન એકસચેન્જ સર્કલ ખાતે બ્રિજ બનાવવાની ધોષણા કરવામાં આવી હતી. આ બન્ને બ્રિજનું એસ્ટેમેન્ટ, પ્રિ ફિઝિબિલીટી રિપોર્ટ અને ડિઝાઇન તૈયાર કરવા માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવા માટે તાજેતરમાં ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદની ડીફ ક્ધસલ્ટન્ટ અને કસાડ ક્ધસલ્ટન્ટ સહિત કુલ ત્રણ એજન્સીઓએ ઓફર આપી છે.

એલ વન એવી ડેલ્ફ ક્ધસલ્ટન્ટે પ્રોજેકટ મેનેજમેન્ટ કોસ્ટના 2.40 ટકા ફીની ઓફર આવી છે. અન્ય બે એજન્સીઓને સાથે આ ફીમાં કામ કરવા માટે વાટાધાટો ચાલી રહ્યા છે. જો બન્ને એજન્સી સહમત થશે તો એમ પેનલ બનાવવામાં આવશે. જેનાથી એ ફાયદો થશે કે ભવિષ્યમાં કોઇપણ રાજમાર્ગો પર બ્રિજ બનાવવાની જરુરીયાત ઉભી થશે તો તેના માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવા માટે દર વખતે ટેન્ડર પ્રસિઘ્ધ કરવાની પળોજણમાંથી મુકિત મળશે બ્રિજ માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવાની  દરખાસ્ત આગામી દિવસોમાં સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવશે.

જેને ખડિ સમિતિની બહાલી મળ્યા બાદ વહિવટી  મંજુરી મળતાની સાથે જ નિયત કરાયેલી એજન્સી દ્વારા બન્ને સર્કલ ખાતે બ્રિજ બનાવવાની દિશામાં કામગીરી શરુ કરી દેવામાં આવશે. કટારિયા ચોકડી ખાતે બ્રિજ નિર્માણમાં કોઇ સમસ્યા ઉભી થાય તેમ નથી. પરંતુ રૈયા ટેલીફોન  એકસચેન્જ પાસે બ્રિજ બનાવવો મોટો પડકારબની રહે તેમ છે કારણ કે રૈયા ચોકડી ખાતે અને ઇન્દીરા સર્કલ ખો ઓવર બ્રિજ છે આવામાં રૈયા  ટેલીફોન એકસચેન્જ સર્કલ ખાતે બ્રિજ બનાવી શકાય કે કેમ તેવી ઝીણવટ ભરી ચકાસણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.