Abtak Media Google News

કેશોદના ઉતાવળિયા નદીકાંઠે દારૂ પી ધમાલ કરતી ટોળકી વિરુઘ્ધ મેર સમાજ સહિત દલિત તેમજ દેવીપુજક સમાજના આક્રોશ સાથે હલ્લાબોલ કર્યો હતો. ચોરી, લુંટ અને દારૂ જેવા ગુનામાં સંડોવાયેલી સિકંદર અને અજુડા ગેંગ ઉતાવળિયા નદીકાંઠાના વિસ્તારોમાં ગત શુક્રવારની મોડીરાત્રે ૭ ઘરોમાં ઘુસી બબાલ કરી હતી. દારૂ પી વર્ષોથી રાત્રીના સમયે લોકોના ઘરોમાં ઘુસી જઈ ધમાલ કરતી સીકંદર તેમજ અજુડાની ગેંગ દ્વારા અત્યાચાર ગુજારાતા હોવાથી રસ્તા ઉપર ઉતરી લોકોએ હલ્લાબોલ કર્યો હતો.

આ ગેંગ દ્વારા દલિતના ઘરમાં ઘુસી જઈ અત્યાચાર કરતા એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ગેંગ દ્વારા અગાઉ ઉતાવળિયા નદી કાંઠાના વિસ્તારમાં વર્ષોથી દારૂ પી, પીવડાવી અડ્ડો જમાવી ચોરી, લુંટ, મારામારી, હત્યાઓ કરવામાં આવી છે.

પોલીસને આ ગેંગ દ્વારા દોડાવવામાં આવે પરંતુ તેમની ઈચ્છાથી જ હાજર થાય છે. જેને લીધે પોલીસ પણ લાચાર બની રહે છે. આ ગેંગ ગુન્હો કરી છુ થાય છે અને જયારે પોલીસ પકડે તો બીજે દિવસે છુટી જઈ વળતી પોલીસ ઉપર જ ફરિયાદ દાખલ કરે છે તેથી પોલીસ પણ લાચાર બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.