Abtak Media Google News

Table of Contents

ઉત્તરાખંડના ઊંચા શિખરો વચ્ચે આવેલા કેદારનાથ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર: પ્રાચિનકાળથી ઘણી વાર્તાઓમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે: પાંડવોએ પણ કેદારનાથનો આશરો લીધો હતો

આ જગ્યાએ વાસુકી તાલ, શંકરાચાર્યની સમાધી, અગસ્ત્ય મૂનિનું મંદિર અને મંદાકિની અને વાસુકી નદીનો સંગમ સોન પ્રયાગ જોવા જેવા છે: આ યાત્રા માટે ઓનલાઇન કે ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે

પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને આદી શંકરાચાર્યએ તેનો પુન:રોધ્ધાર કરાવ્યો હતો: અહીં જવા સડક માર્ગ ઉપલબ્ધ ન હોવાથી પગપાળા કે ઘોડા ઉપર જઇ શકાય છે: આ સ્થળે જવા ગૌરીકુંડ સુધી વાહનની સગવડતા મળે છે

2013માં આવેલા પૂરને કારણે ગૌરીકુંડથી રામબાડાનો જુનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઇ ગયો હતો: આ સ્થળ દરિયાઇ સપાટીથી 11,755 ફૂટ જેલી ઉંચાઇએ આવેલું હોવાથી અહિં છ મહિના જેટલો સમય બરફ છવાયેલો રહે છે

કેદારનાથની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય મે-જુન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબરનો છે, આ સમયે હવામાન ન તો ખૂબ ગરમ અને ન તો બહું ઠંડુ હોય છે: બાર જ્યોતિર્લિંગોમાંનું એક આ મંદિરથી મુક્તિનો માર્ગ ખુલે છે: શિયાળાની ઋતુમાં બરફથી ઢંકાયેલો જાદુઇ નજારો ધરતી પર સ્વર્ગ ખડું કરે છે

ચાર ધામની યાત્રામાં કેદારનાથ મંદિરનું વિશેષ સ્થાન આપણાં હિન્દુ ધર્મમાં છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યુ અને તેનો ર્જીણોધ્ધાર આદિશંકરાચાર્યે કરાવ્યો હતો. આ સ્થળ દરિયાઇ સપાટીથી 11,755 ફૂટ જેટલી ઊંચાઇએ આવેલું હોવાથી અહીં છ માસ જેટલો સમય બરફથી છવાયેલો રહે છે. ઉત્તરાખંડના ચાર ધામ અને તેનું મહત્વ છે, જેમાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામનો સમાવેશ થાય છે.

Screenshot 4 5

ભગવાન ભોળાનાથના મંદિર ‘કેદારનાથ’ ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. બાર જ્યોતિર્લીંગો પૈકી એક એવા કેદારનાથ હિન્દુ ધર્મમાં શ્રધ્ધા-આસ્થાનું પ્રતિક છે. આ દુર્ગમ સ્થળે જવા સડક માર્ગ ઉપલબ્ધ ન હોવાથી પગપાળા કે ઘોડા ઉપર કે પાલકીમાં જવું પડે છે. હિમાલયમાં આવેલા ચાર ધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળે જવા માટે ગૌરી કુંડ સુધી વાહનોની સગવડ મળે છે ત્યાંથી 14 કિ.મી. કેદારનાથ મંદિર આવેલું છે. સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન હરિદ્વાર અને ઋષીકેશ છે, જ્યારે વિમાન મથક દહેરાદૂનનું છે. દરિયાઇ સપાટીથી આ મંદિર 11,755 ફૂટ જેટલી ઊંચાઇએ આવેલું હોવાથી વર્ષના 6 મહિના અહીં બરફ છવાયેલો રહે છે. 2013માં આવેલા ભયંકર પૂરને કારણે ગૌરીકુંડથી રામબાડાનો જુનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઇ ગયો હતો. પૌરાણિક માન્યતા અનુસાર કેદારનાથ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને આદી શંકરાચાર્યએ તેનો પુનરોધ્ધાર કરાવ્યો હતો.

2013માં આવેલા ભયંકર પૂરમાં બાબા કેદારનાથના મંદિર કોઇ નુકશાન થયું ન હતું. જ્યારે આજુબાજુના મોર્ડન ટેકનોલોજીથી બનેલ તમામ મકાનો, હોટલો, લોજ પત્તાની જેમ વિખરાઇ ગયા હતા. વાદળ ફાટવાથી તબાહી મચી ગઇ હતી માત્ર મંદિર જ બચી ગયું હતું. આ પ્રાચીન ભવન નિર્માણ શૈલીનો આધુનીક તકનીકને પડકારરૂપ વાત છે. આદિ શંકરાચાર્યએ 8મી સદીમાં પુન:સ્થાપન મંદિરનું કર્યું હતું. હિમાલયની ચાર ધામયાત્રા પૈકી એક યાત્રા કેદારનાથની હોય છે.

હિમનદીના કુંડમાંથી નીકળતી મંદાકિની નદીની નજીક કેદારનાથ પર્વતની તળેટીમાં આવેલું આ મંદિર કત્યુરી શૈલીનું છે, જે 3562 ફૂટ ઉંચાઇએ આવેલ છે. મંદિરના આગળના ભાગે શંકરાચાર્યની સમાધી આવેલી છે. આ મંદિર વાસ્તુકલાના એક આ દર્શન નમૂનારૂપ છે. કેદારનાથ મંદિરનું સમગ્ર બાંધકામ 6 ફૂટ ઉંચા એક ચોરસ અને પહોળા પ્લેટફોર્મ ઉપર કરવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય મંડપ ભાગ અને ગર્ભગૃહની ચારે તરફ પ્રદક્ષિણાનો રસ્તો છે. બહાર પ્રાંગણમાં નંદી વાહન સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિર એક હજાર વર્ષથી સાર્વજનિક રીતે પુજાતું આવ્યું છે, અને ઇતિહાસકારોના જણાવ્યાનુસાર કેદારનાથ મંદિર બારમી કે તેરમી સદીનું છે.

મંદિરના ગર્ભમાં પત્થરોમાંથી નિર્મિત ભગવાન શિવજીની પૂજા થાય છે. મંદિરની અંદર ઘોર અંધકાર હોય છે માત્ર દિવાના અજવાળે શિવજીના દર્શન થાય છે. દર્શનાર્થી જલાભિષેક અને પુષ્પમાળા ચડાવે છે, ભગવાનને ઘી અર્પણ કરે છે. મૂર્તિ ચાર હાથ લાંબી અને દોઠ હાથ ઊંચી છે. એવી પણ માન્યતા છે કે કેદારનાથની યાત્રા કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે તો તેની યાત્રા નિષ્ફળ જાય છે. વૈજ્ઞાનિકોના મત મુજબ 13મી સદીથી 17મી સદી સુધી 400 વર્ષ એક નાનકડા હિમયુગમાં આ મંદિર બરફમાં દબાયેલું હોવા છતાં પણ તે સુરક્ષિત બચી ગયું છે.

આ ગાળામાં હિમાલયનો એક મોટો ભાગ બરફમાં દબાય ગયો હતો. શિયાળામાં મંદિર આસપાસ એટલો બરફ જમા થઇ જતો હોવાથી મંદિર બંધ રાખવાની ફરજ પડે છે. તેના નિર્માણના કોઇ ચોક્કસ પુરાવા નથી. કેટલા વર્ષ જુનું છે તેની કોઇ અટકળ કે દસ્તાવેજી પુરાવા નથી. કોઇ કહે છે પાંડવોએ તો કોઇ માળવાના રાજાની વાત કરે છે. 8મી સદીમાં આદિ શંકરચાર્ય દ્વારા તેનું નિર્માણ થયું હતું. કોરોનાના બે વર્ષના ગાળા બાદ ગત સપ્તાહે કપાટ ખોલવામાં આવ્યા હતા. મંદિરની સંસ્કૃત્તિની ધરોહર સમા ચાંદીના ઢોલે સાથે લશ્કરી બેંડની સુરાવલી સાથે શિવભક્તો પગપાળા ૐ નમ: શિવાય, બમ બમ ભોલે, અલખ નિરંજનની સાથે ભોળાનાથનો જય જયકાર કરીને પ્રથમ દર્શનાર્થીઓ કેદારનાથના દર્શન કર્યા હતા.

અહિં પહાડ જ નહી પણ પાંચ નદીઓનો પણ સંગમ છે. જેમાં મંદાકિની, શ્રીર ગંગા, સરસ્વતી અને સ્વર્ણ ગૌરી જેવી નદીઓનો સમાવેશ થાય છે. જો કે આ નદીઓનું ખાસ અસ્તિત્વ નથી રહ્યું પણ અલકનંદાની સહાયક મંદાકિની આજે પણ મૌજૂદ છે અને તેના કિનારે જ કેદારેશ્ર્વરધામ છે. આ મંદિર લગભગ 85 ફૂટ ઉંચુ, 187 ફૂટ લાંબુ અને 80 ફૂટ પહોળું છે. તેની દિવાલો 12 ફૂટ પહોળી છે. ખૂબ જ મજબૂત પથ્થરમાં તે બનેલી છે.

ચાર ધામના મંદિરોની ચેક પોઇન્ટ

  • યમુનોત્રી – બારકોટ
  • ગંગોત્રી – હિના
  • કેદારનાથ – સોનપ્રયાગ
  • બદ્રીનાથ – પાંડુકેશ્ર્વર

આ તમામ ચેક પોસ્ટ ઉપર તમારૂં રજીસ્ટ્રેશન બતાવવું પડે છે

ઉત્તરાખંડના ચાર ધામ મંદિરો આ દેવોને સમર્પિત

  • યમુનોત્રી – દેવી યમુના
  • ગંગોત્રી – દેવી ગંગા
  • કેદારનાથ – ભગવાન શિવ
  • બદ્રીનાથ – ભગવાન વિષ્ણુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.