Abtak Media Google News

દરરોજ ઊંઘતા પહેલા સેકસ માણવાથી ઊંઘની ક્વોલિટી સુધરે છેજો કે આની પોઝિટિવ સાઇડ-ઇફેકટ તરીકે પુરુષોમાં અને ખાસ કરીને સ્ત્રીઓની કામેચ્‍છામાં ૧૪ ટકા જેટલો વધારો થાય છે. પણ, આમાં શરત એટલી છે કે વ્યક્તિ એ પોતાના જીવનસાથી સાથે જ સેકસ માણેલું હોવું જોઇએ જેથી એમાંથી સ્‍ટ્રેસ, ગિલ્‍ટ જેવા પરિબળોની બાદબાકી થઇ જાય. તદુપરાંત બન્ને વ્‍યકિત ચરમસીમાએ પહોંચવી પણ જોઇએ. તમને જાણીને નવાઇ લાગશે કે, સેક્સ લાઇફમાં અને ઊંઘમાં સુધારાની સાથો-સાથ દંપતી વચ્ચે પ્રેમમાં પણ વધારો થાય છે અને તેમના સ્‍ટ્રેસમાં પણ નોંધપાત્ર ઘટાડો આવે છે.

તમને જણાવી દઇએ કે, ઊંઘતા પહેલા કેફિન ધરાવતા પદાર્થો લેવા, સુતા પહેલા ખાવું, ટીવી-મોબાઇલ જોવા, ધૂમ્રપાન, આલ્‍કોહોલનું સેવન વગેરે પરિબળોથી ઊંઘમાં અનિયમિતતા આવે છે અને ઘટાડો થાય છે. જો તમને આ બધી આદતો હોય તો તમારે તેને ચોક્કસથી છોડવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.