Abtak Media Google News

પ્રેમ લગ્ન બાદ પ્રેમિકાના પરિવારજનોએ પતિ અને તેના મિત્ર પર ધોકાવાળી કરી

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. રોજબરોજ શહેરમાં અનેક સ્થળોએ મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગઇ કાલે રાત્રીના કાલાવડ રોડ પર ખેટલાઆપા હોટલ પાસે પ્રેમ લગ્ન મામલે યુવાન સહિત બે પર હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકાના પરિવારજનોએ પતિ અને તેના મિત્ર પર ધોકા વડે તૂટી પડતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતસિંહજી ગાર્ડન પાસે સરકારી ક્વાટરમાં રહેતા હિરેનભાઇ ભુપતભાઈ પરમાર (ઉ.વ.33) અને યોગીપાર્ક પાસે ગંગોત્રી પાર્કમાં રહેતા તેના મિત્ર અંકિત અશ્વિનભાઈ ડઢાણીયા (ઉ.વ.28) બંને ગઇ કાલે રાત્રીના કાલાવડ રોડ પર સ્વિમિંગ પૂલ પાસે હતા ત્યારે સામેવાળા અશ્વિન ફળદુ અને દર્શન ફળદુ સહિતના શખ્સોએ ધોકા વડે માર મારતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ હિરેનભાઇ પરમારએ દોઢ વર્ષ પહેલાં કૃપાલી બેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેનો ખાર રાખી પ્રેમિકાના પરિવારજનો અશ્વિન ફળદુ અને દર્શન ફળદુ હિરેનને જોઈ જતા માથાકૂટ થઇ હતી. જેમાં યુવાનના સસરા સહિતના શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. જ્યાં હાજર યુવાનના મિત્ર અશ્વિનને પણ માર મારતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.