Abtak Media Google News

નાણા મંત્રી અરૂણ જેટલીએ બુધવારે થયેલ કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અરૂણ જેટલીએ કહ્યું કે, ભારત પ્રવાસન વિકાસ નિગમ (ITDC) ના અશોક મૈસૂર હોટલ, ઇટાનગર રિડેવલપ કરવા માટે હવે રાજ્ય સરકારને આપવામાં આવ્યા છે. પહેલા પણ ભોપાલ, ગુવાહાટી અને ભરતપુરની હોટલ પણ આપવામાં આવી હતી.

જેટલીએ જણાવ્યું કે, 17 સરકારી પ્રિંટિગ પ્રેસને મર્જ કરી 5 મોટી પ્રેસ બનાવવામાં આવશે અને તેમની ક્ષમતા વધારવામાં આવશે. આ નિર્ણયથી કોઇ કર્મચારીની નોકરી નહીં જાય.

ખેલો ઇન્ડિયા પર મોટો નિર્ણય
કેબિનેટ બેઠકમાં ખેલો ઇન્ડિયા પર પણ નિર્ણય લેવાયો છે. ખેલો ઇન્ડિયાની શરૂઆત 2016માં થઇ હતી તે દરમિયાન તેનું બજેટ 500 કરોડ હતું. જેને વધારીને 1756 કરોડ કરવામાં આવ્યું છે, આ બજેટ 2017-18થી 18-19 સુધીનું છે.

આ યોજના રમત, ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે બનાવાઇ હતી. જે હેઠળ દરેક જિલ્લામાં સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું, ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવશે. જેના દ્વારા ઓલમ્પિકમાં વધુ મેડલ જીતવા પર ભાર આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.