Abtak Media Google News

ગ્રેનોલા બાર થી લઈને ફ્લેવર્ડ દહી અને પેકેજ જ્યુસ જેવા ઘણા અન્હેલ્ધી ફૂડ બજારમાં ઉપલબ્ધ છે. અને વાત કરવામાં આવે બ્રાઉન બ્રેડની તો ઘણા લોકો વાઇટ બ્રેડથી પણ વઘુ હેલ્ધી માને છે. પરંતુ એ લોકોને એ વાતની ખબર નથી હોતી કે વાઇટ બ્રેડને જ અલગ કરી ને તેમાં કલર કરવામાં આવે છે. એ જ વાત બ્રાઉન રાઈસમાં પણ લાગુ પડે છે.

Advertisement

આમ તો બજારમાં ઘણા હેલ્ધી અને અનહેલ્ધી ફૂડ વહેચવામાં આવે છે. ઘણા લોકોએ ખબર જ નથી હોતી કે બ્રાઉન રાઈસ હેલ્ધી છે કે નહીંતો ચાલો જાણીએ આ રાઈસના ફાયદા વિષે..

20 1505897695 11 1486788658 1Glycemicપુલાવ,બિરયાની, અને ઇડલી બનવા અંતે ભારતીયોને પોતાના રાઈસ જ પસંદ છે. બ્રાઉન રાઈસ અને વાઇટ રાઈસ ઘણા સમાન છે પરંતુ તેનામાં એક જ અંતર છે. કે વાઇટ રાઈસને વાઇટ બનવા માટે પૉલિશ કરવામાં આવે છે.

બ્રાઉન રાઈસમાં થૈમાઈન,નિયાસીન,વિટામિન બી 5 અને 6 હોય છે. આ વિટામિન સ્વસ્થ ત્વચા અને વાળ માટે મહત્વના હોય છે. એટલા માટે વાઇટ રાઈસ કરતાં બ્રાઉન રાઈસ વાળ અને સ્કીન માટે હેલ્ધી છે.

બ્રાઉન રાઈસમાં કેલ્શિયમ,મેગ્નેશિયમ,મેગનીજ અને ફોસફોરસ વઘુ માત્રમાં હોય છે. આથી વાઇટ રાઈસ કરતા બ્રાઉન રાઈસ શરીરના દર્દ માથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

બ્રાઉન રાઈસમાં વઘુ પ્રમાણમાં ફાઈબર હોય છે. જે હાઇ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલઅને હદય રોગ જેવી બીમારીના ખટરને ઓછું કરે છે. વાઇટ રાઈસ કરતા બ્રાઉન રાઈસ વજન ઘટાડવામાં અને પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. આથી વાઇટ રાઈસ કરતા બ્રાઉન રાઈસ આપના શરીર માટે વઘુ હેલ્ધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.