Abtak Media Google News

સંબંધીની સગીર પુત્રીને વાસનાંધે બળાત્કાર ગુજાર્યાનો નોંધાતો ગુનો

કેશોદ પંથકમાં 55 વર્ષના એક નરાધમે તેની પૌત્રી જેવડી કિશોરી પર વારંવાર દુષ્કર્મ આચરી, કુવારી માતા બનાવી દેતા આ નરાધમાં શખ્સ સામે કેશોદ સહિત સમગ્ર સોરઠ પંથકમાંથી ફિટકાર વરસી રહ્યો છે અને આ નરાધમ શખ્સ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ તરસાલી ગામનો અને હાલમાં કેશોદના મોટી ગંસારી ગામે રહેતા 55 વર્ષીય કરસન ઉર્ફે બાબુ દેવરાજભાઈ માલમને એક પરિવાર સાથે ખૂબ સારો નાતો હોવાથી સંબંધના નાતે કરશન ઉર્ફે બાબુ તે પરિવારના ઘરે જતો હતો. ત્યારે તે પરિવારની એક 16 વર્ષીય સગીરા ઉપર આ નરાધામની નજર બગડી હતી. અને બાદમાં ધાક ધમકી આપી, આ નરાધમ શખ્સ સગીરાને પોતાની વાસનાનો શિકાર બનાવી વારંવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો હતો. જેના કારણે 16 વર્ષીય સગીરા સગર્ભા બની હતી. અને ગઈકાલે તેમણે એક બાળકીને જન્મ આપતા આ નરાધમ શખ્સ કરશન ઉર્ફે બાબુના કાળા કરતુંતોનો ભાંડો ફૂટ્યો હતો.

સંબંધના નાતે ઘરે આવતા આ નરાધમ શખ્સે એક પૌત્રી જેવડી દીકરી સાથે સમાજને લાંચન રૂપ કાળા કામ કરતા સગીરાના પરિવારજન દ્વારા કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આ નરાધમ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરતા, કેશોદ પોલીસ તેમના ઘરે ગઈ ત્યારે તેમની પત્નીએ જણાવ્યું હતું કે તેના પતિને હાથમાં ઇજા થઈ છે અને કિશોરીના પરિવારજનો એ મારા પતિને ઘરે બોલાવી માર્યો છે. અને તે કહ્યા વગર જતા રહ્યા છે.

દરમિયાન પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, છેલ્લા ચારેક વર્ષથી કરસન ઉર્ફે બાબુ દેવરાજ માલમ મોટી ઘંસારી ગામે રહેતો હતો. તેમનું મૂળ વતન સરસાલી ગામ છે. અને તેમના લગ્ન થયા બાદ તેની પત્ની 20 વર્ષ કરતા વધુ સમયથી રિસામણે હતી. જેનું સમાધાન થતાં તે તેની પત્ની સાથે ઘંસારી ગામે રહેતો હતો. કરસન ઉર્ફે બાબુને સંતાનમાં એક દીકરી છે અને હાલમાં તે સાસરે હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.