Abtak Media Google News

કેશોદ એસટી ડેપોનું સવા કરોડના ખર્ચે આધુનિક નવ નિર્માણ કરવામાં આવ્યુ હતું જેના હજુ સવા વર્ષ પણ પુરૂ ન થયું હોય ત્યાં છતમાંથી  પ્લાસ્ટરના પોપડા ખરવા લાગ્યા છે. છત ઉપરથી પોપડા મુસાફરોને બેઠક ઉપર પડ્યા હતા. સદ્દનશીબે કોઈ જાનહાની કે  મુસાફરોને ઈજા પહોંચી નથી.

Advertisement

પણ ટુંકા સમયમાં જ પ્લાસ્ટરના પોપડા પડવા લાગતા સવા કરોડના ખર્ચે આધુનિક નવ નિર્માણ કરવામાં આવ્યુ તેમા ભ્રષ્ટાચાર થયો હોય તે બાબતે લોકોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૮.૧૦.૨૦૧૭ ના રોજ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડ કેશોદ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં નવ નિર્માણ કરવામાં આવેલ કેશોદ એસટી ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

કેશોદવાસીઓને એસટી ડેપોની અમુલ્ય ભેટ મળેલ પણ તેની નુકશાનીની શરૂઆત થતા કેશોદવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.