Abtak Media Google News

૧૯૭૮ની સાલમાં દ્વારકા નગર પંચાયત વખતી દ્વારકા નગરપાલિકામાં કર્મચારી તરીકે નિયુક્તિ પામેલા અને હાલમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહેલા કે.જી.હિન્ડોચા ગઈકાલે વયનિવૃત યા છે. ૧૯૯૧ની સાલી સેક્રેટરી તરીકે તેમજ ૧૯૯૭ની સાલમાં ચીફ ઓફીસર તરીકે સેવા આપ્યા બાદ લગભગ ૪૦ વર્ષ સુધી દ્વારકા નગરપાલિકામાં અવિરત સેવા આપવા બદલ ગઈકાલે મીરા ગાર્ડન ખાતે દ્વારકા નગરપાલિકા તેમજ શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમનો ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. કે.જી.હિન્ડોચાએ તેમના કાર્યકાળમાં દ્વારકાવાસીઓનો સા-સહકાર મળ્યાનું જણાવી આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે ચીફ ઓફિસર ડુડીયા, પ્રમુખ જીતુભા માણેક, પાલિકા સભ્ય પદુભા માણેક, નીલાબેન ઉપાધ્યાય સહિતના સભ્યગણ અને પાલિકાના કર્મચારીગણ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવેલ હતું.

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.