Abtak Media Google News

શહેરમાં ઠંડા પીણા, દૂધ, દૂધની બનાવટ, મસાલા, ચા અને વિવિધ ખાધ વસ્તુના 23 નમૂનાઓની ચકાસણી

રાજકોટ કોર્પોરેશન ની ફૂડ શાખા દ્વારા ફૂડ સેફ્ટી ઓન વહીલ વાન સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી.

સૌરાષ્ટ્રમાં મચ્છરજન્ય રોગચાળાના વાયરા અને શિયાળાના આગમનની મિશ્ર ઋતુને લઈને જન આરોગ્ય પર રોગચાળાના ખતરાની સ્થિતિમાં રાજકોટમાં કોઈપણ પ્રકારનું રિસ્ક ઊભું ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વાવડી મેન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરી હતી.

કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ફૂડ સેફટી ઓન વીલ વન માં 20 પેઢીઓ માં ચકાસણી કરી, પેઢીઓમાં વેચાતા ઠંડા પીણા, દૂધ, દૂધની બનાવટ, મસાલા, ચા અને ઉપયોગમાં લેવાતા ખાદ્ય અને તેલ સહિતના 23નમૂનાઓનું સ્થળ પર પૃથકરણ કરી ચકાસણી કરવામાં આવી હતી.

ફૂડ સેફટી ઓન વ્હીલ વાન ની ટીમે નાગદાદા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ઠાકર કોલ્ડ્રીંક્સ, સહજાનંદ ડેરી ફાર્મ, રૈયા રાજ પાન, રુદ્ર પાન એન્ડ કોલ્ડ્રિંક, ભગીરથ ગાંઠીયા, પુષ્ટિ પ્રોવિઝન સ્ટોર, ઠાકર ટી સ્ટોર, પિતૃપાન એન્ડ કોલ્ડ્રીંક , નીલકંઠ ડેરી ફાર્મ, નકલંક ગાંઠીયા હાઉસ પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ પટેલ ડેરી એન્ડ પ્રોવિઝન સ્ટોર, જય સરદાર કોલ્ડ્રીંક્સ,પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ. શ્રીનાથજી ગાઠીયા સ્ટોર ગાત્રાળ પાન એન્ડ કોલ્ડ્રીંક, નકલંક ટીન્સ્ટોલ નકલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ ચકાસણી કરવામાં આવી હતી કોર્પોરેશન ફૂડ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી ચેકિંગ ઝુંબેશને લઈને ગયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.