Abtak Media Google News

ચોટીલાની મહિલા બૂટલેગર અને હેડ કોન્સ્ટેબલની સાંઠગાંઠનો પર્દાફાશ

પોલીસ મથકે લઇ જઇ લાકડીથી ફટકાર્યો : વર્ષોથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની વર્તણૂંક સામે ઉચ્ચ કક્ષાએ થઇ રજૂઆત

ચોટીલામાં પોલીસની મીઠી નજર હેઠળ બેરોક ટોક ચાલતા દેશી દારૂ ના હાટડાનો વીડિયો વાયરલ કરનાર જાગૃત નાગરિકને ચોટીલામાં અ્વાર નવાર વિવાદ સર્જતા હેડ કોન્સ્ટેબલે સત્તાના મદમાં પોલીસ મથકે લઇ જઇ રીઢા આરોપીને ફટકારે તે રીતે બેરહેમીથી માર માર્યાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

ચોટીલામાં લોક ડાઉનના કારણે તમાકુ કે સિગારેટ મળવી મુશ્કેલ છે ત્યારે બસ સ્ટેશનની સામે રેફરલ હોસ્પિટલ પાસે મહિલા બુટલેગર સરા જાહેર દેશી દારૂનું વેચાણ કરતી હોવાનો વીડિયો વાયરલ થતા હેડ કોન્સ્ટેબલ લાજવાના બદલે મહિલા બુટલેગરની તરફેણમાં આવી જાગૃત નાગરિકની શોધખોળ કરી તેના ઘરેથી લઇ જઇ માર માર્યા અંગેના રાજકોટ રેન્જ આઇજી અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા સુધી થયેલી રજૂઆતથી બુટલેગર સાથે સાંઠગાંઠ ધરાવતા હેડ કોન્સ્ટેબલ શેખા રબારી સામે આકરી કાર્યવાહીની ઉચ્ચ કક્ષાએથી નિર્દેશ મળી રહ્યા છે.

પોલીસની રહેમ દ્રષ્ટિથી ખુલ્લેઆમ દારૂ નું વેચાણ કરતી મહિલા બુટલેગરનો વીડિયો વાયરલ કરતા પોલીસે મહિલા બુટલેગર સામે કાર્યવાહી કરવાના બદલે વીડિયો વાયરલ કરનાર જાગૃત નાગરિક કિશન વિજયભાઇ કણસાગરા ખુખાર આરોપીની શોધખોળ કરે તે રીતે શોધખોળ કરી પોલીસ મથકે લાવ્યા હતા. હેડ કોન્સ્ટેબલ શેખાભાઇએ રીઢા આરોપીને મારે તે રીતે ઢોર માર માર્યો હતો. પોલીસ મારના કારણે ઘવાયેલા કિશન કણસાગરા નામના યુવકને સારવાર માટે ચોટીલા હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ચોટીલામાં દેશી દારૂના દુષણ સામે અવાજ ઉઠાવનારને પોલીસે ધમકાવી ખોટા કેસમાં ફીટ કરવા ધમકાવી મહિલા બુટલેગર પોલીસની મંજુરીથી વેચાણ કરે છે. વીડિયો વાયરલ થવાથી ચોટીલા પોલીસનું ખરાબ લાગતું હોવાથી શબક શિખવ્યો છે. ફરી આવી ભુલ કરીશ તો ખોટા કેસમાં ફીટ કરી દેવાશે તેવી ધમકી દેતા જાગૃત નાગરિક પોલીસથી થરથરી રહ્યો છે.

ચોટીલાના રેફરલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે રૂ .૫૦માં છડે ચોક મળતી દેશી દારૂ ની કોથળી મહિલા બુટલેગર કયાંથી લાવે છે અને ચોટીલા પોલીસને કેટલો હપ્તો આપે છે તે અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો કેટલીય ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે.

  • હેડ કોન્સ્ટેબલ શેખાએ પત્રકારોને પણ ધમકાવ્યા

દેશી દારૂના દુષ્ણને અટકાવવા અવાજ ઉઠાવી પોલીસની પોલ ખુલ્લી પાડતા જાગૃત નાગરિકને હેડ કોન્સ્ટેબલ શેખાભાઇએ માર માર્યાનું પત્રકારોના ધ્યાને આવતા તેમનો ટેલિફોનીક સંપર્ક કરાતા તેઓ લાજવાના બદલે ગાજયા હતા અને મારૂ કોઇ કંઇ કરી શકે તેમ નથી કહી જયાં રજૂઆત કરવી હોય ત્યાં રજૂઆત કરવા ધમકાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.