Abtak Media Google News

ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ પર કઈ વિગતો મૂકવી, કઈ ન મૂકવી તે ૨૦ સભ્યોનું બોર્ડ નકકી કરશે

ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ પર મૂકાતા સમાચાર, વિડિયો, કે અન્ય બાબતોનાં લીધેવિવાદ સર્જાય છે. અને લોકોમાં ટીકા થાય છે. ત્યારે ફેસબૂકે આવી બાબતો માટે ખાસ કોર્ટ રચી છે.

૨૦ સભ્યોના બનેલી આ ખાસ બોર્ડમાં બંધારણીય નિષ્ણાંતો માનવધિકાર અને કાયદાકીય બાબતોના પૂર્વ વડાપ્રધાન વગેરેનો સમાવેશ થાય છે.

ફેસબૂકના દુનિયાભરનાં કરોડો ચાહકો છે કરોડો લોકો વિડીયો, સમચાર સહિતની કેટલીય બાબતો મૂકતા હોય છે. ઈન્સ્ટાગ્રામ પર પણ કરોડો ચાહકો વિડીયો અપલોડ કરતા હોય છે. શેર કરતા હોય છે.

કેટલીય વખતે ફેસબૂક પર ખોટા સમાચાર કોઈની બદનામી થાય તેવા વિડીયો કે કોઈની ખાનગી વિગતો, વીડીયો વગેરે મૂકવામાં આવે છે. ધણી વખત આવા ક્ધટેન્ટને લીધે વિવાદ થાય છે. ધાર્મિક લાગણી દુભાતી હોય છે. કે કોઈની પ્રાઈવસી જળવાતી હોતી નથી આથી આવી બધી બાબતોને અટકાવવા માટે ફેસબૂકે પોતાની કોર્ટ રચી છે.

ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ પર મૂકાતી દરેક બાબતો, વિડીયો વગેરેનો નિર્ણય આ ૨૦ સભ્યોનું બોર્ડ નકકી કરશે તેમ ફેસબૂકે બુધવારે જણાવ્યું હતુ.

આ બોર્ડ આવા તમામ નિર્ણયો કરવા માટે સ્વતંત્ર હશે અને બોર્ડનો નિર્ણય જ સર્વોચ્ચ કહેવાશે કોઈના વિશે ખરાબ ઉચ્ચારણા હોય ઉતારી પાડતા વિડીયો હોંયં કે કોઈની અંગત વાત હોય એ તમામ બાબતો અંગે આ બોર્ડ નિર્ણય લેશે

ફેસબૂકે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે અમારા આ સુપ્રીમ બોર્ડના ૨૦ સભ્યો વિશ્ર્વના અલગ અલગ દેશોમાં રહે છે. અને અલગ અલગ ૨૯ ભાષાઓ બોલે છે. આ બોર્ડમાં ચાર કો.ચેરમાં કંપની જે વિસ્તારમાં વડુ મથકધરાવે છે તે અમેરિકાના બે સભ્યો છે.

પૂર્વ ફેડરલ સર્કિટ જજ અને ધાર્મિક સ્વતંત્ર્ય નિષ્ણાંત માઈકલ મેકનેલ બંધારણીય નિષ્ણાંત જેમલ ગ્રીન, કોલંબીયન એટર્ની કેટલીન બોટેરો મેરીનો પૂર્વ ડેનીસ વડાપ્રધાન હેલી થોર્નીંગ સ્મિત કો. ચેરમેન છે.

આ ચાર કો.ચેર સભ્યો ફેસબૂક સાથે રહી અન્ય સભ્યોની પસંદગી કરશે.

પ્રથમ તબકકે બોર્ડમાં સમાવાયેલા સભ્યોનાં યુરોપીયન કોર્ટના માનવ અધિકાર જજ એન્ડ્રી સજો ઈન્ટરનેટ સેન ફ્રેન્ટયર્સ ડાયરેકટર જીસ ઓવનો યમનના ચળવળકાર અને નોબેલ શાંતિ પારિતોષીક વિજેતા તવકો;લ કરમન, ઓસ્ટ્રેલીયન ઈન્ટરનેટ ગર્વનન્સ સંશોધક નિકોલસ સુઝર, ગાર્ડીયનના પૂર્વ એડીટર ઈન ચીફ એલન રસ્વનીગર, પાકિસ્તાની ડિજીટલ અધિકારી વકીલ નિઘાત દાહજોનો સમાવાયા છે. તેમ ફેસબૂકના વૈશ્ર્વિક બાબતોના વડા જાક કલેગે જણાવાયું હતુ. આ બોર્ડ મહત્વનું છે પણ સમય વિતતા તેની વિશ્ર્વસનીયતા નકકી થશે.

કલેગે જણાવ્યું હતુકે બોર્ડ તેની કામગીરી તાત્કાલીક અસરથી શરૂ કરશષ અને ઉનાળામાં જ કેસોની સુનાવણી કરશે. આ બોર્ડ આગામી સમયમાં વિસ્તૃત કરાશે અને તેમાં વધુ સભ્યો સમાવી ૪૦ સભ્યોનું બોર્ડ કરાશે ફેસબુક આ બોર્ડ માટે ૧૩ કરોડ ડોલરની ફાળવણી કરી છે.

બોર્ડના નિર્ણયો જાહેરમાં મૂકાશે કેટલાય ચર્ચાસ્પદ કિસ્સામાં બોર્ડના નિર્ણયો કંપની પાળશે આ ઉપરાંત ફેસબૂક કંપનીના ગ્રુપ તથા જાહેરાત અંગેની બાબતોમાં પણ કંપનીને સલાહ સુચન કરશે. કેટલાક નિર્ણયો બાદ કેવી નીતિ અપનાવવી વગેરેના નિર્ણયમાં પણ મહત્વના ભાગ ભજવશે. અમે ઈન્ટરને પોલીસ નથી અને વિશ્ર્વમાં માધ્યમાં ઉદભવતા પ્રશ્ર્નો વિવાદ અંગેની બાબતોનાં ઉકેલ લાવનારા હોવાનું પણ અમે માનતા નથી તેમ કો.ચેર મેકનોલે જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.