Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા એન એસ યુ આઇ દ્વારા વિધ્યાર્થીઓ ના વિવિધ મુદાઓને લઇ જિલ્લા શિક્ષણઅધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું. એનએસયુઆઇનાં કાર્યકરો દ્વારા થાળી-ચમચી વગાડી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. હાલ કોરોનાની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ મધ્યમ વર્ગના લોકોના ધંધા રોજગાર બંધ હોય ત્યારે વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફી, આરટીઇની પ્રવેશ પ્રકિયા ચાલુ કરવા, ફી માટે વાલિઓને દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવા અને ઓનલાઇન શિક્ષણનું ડિંડક બંધ કરાવવા જિલ્લા શિક્ષણઅધિકારીને એન એસ યુ આઇએ ૪૮ કલાકનું અલ્ટીમેટ આપ્યુ હતું અને ૪૮ કલાકમાં યોગ્ય નિર્ણય નહિં લેવાતા એનએસયુઆઇ કાર્યકરોએ શિક્ષણ અધિકારીની કચેરીની તાળાબંધી કરવા પહોચ્યા અને તાળબંધી કરે તે પહેલા જ પોલિસે તમામ કાર્યકરોની અટકાયત કરી. દેવભૂમિ દ્વારકા એનએસયુઆઇ જિલ્લા પ્રમુખ દાનાભાઈ માડમની આગેવાનીમાં કોંગ્રેસ આગેવાન દેવુ ગઢવી, સુભાષ પોપટ, રેખાબેન ખેતિયા હિતેષ નકુમ, યુનુસ ચાકી, ગોવિંદ આંબલિયા, જતિન ગોસાઈ, રાજશી કંડોરીયા, દેવલ ચાવડા, નગા ચાવડા સહિત  કાર્યકરોની અટકાયત કરાય હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.