Abtak Media Google News

સામસામે ટોળાએ પથ્થરમારો કરતા પીએસઆઈ સહિત બે પોલીસકર્મી ઘાયલ

પોલીસે જુદી જુદી ૩ ફરિયાદ નોંધી ૧૫ શખ્સોની અટકાયત કરી: હાલ સ્થિતિ કાબૂમાં: કોમી તંગદીલી કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ઠાસરા નગરમાં ગતરોજ સમી સાંજે શ્રાવણના અમાસે નીકળેલી શોભાયાત્રામાં કોમી તંગદીલી થતાં નાસભાગ મચી ગઈ હતી. આ શોભાયાત્રા તીનબત્તી વિસ્તારમાં આવતા મદ્રેશા ઉપરથી નગરપાલિકાના સભ્ય સહિત લઘુમતી સમાજના ટોળાઓએ પથ્થરમારો કરતાં મામલો બિચક્યો હતો. જેના જવાબમાં શોભાયાત્રામાં સામેલ હિન્દુ યુવાનોએ પણ પથ્થરમારો કરતાં વાતાવરણ ડહોળાયું હતું. શોભાયાત્રા સામેલ બે પોલીસ કર્મીને પણ ઈજા પહોંચી હતી. તો વળી હિન્દુ અને મુસ્લિમ યુવાનોને પણ ઈજા પહોંચી હતી.

કોમી તંગદીલીની ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા, ડીવાયએસપી વી.આર.બાજપાઈ, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ડાકોર, સેવાલીયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને વાતાવરણ વધુ ડહોળાય તે પહેલાં હલકો લાઠી ચાર્જ કરી મામલો શાંત પાડ્યો હતો. આ ઘટનામાં ઠાસરા પોલીસ મથકે કુલ ૩ ફરિયાદો દર્જ થઈ છે. જેમાં બંન્ને કોમના લોકોની અને એક પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદોમાં ઠાસરા નગરપાલિકા પ્રમુખ સહિત મુસ્લિમ ટોળાના ૨૧ વ્યક્તિઓના નામજોગ ફરિયાદ તો સામે લઘુમતી સમાજે હજારો માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. બીજા દિવસે પણ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત યથાવત રહ્યો છે.

આ બનાવમાં વિજયકુમાર શનાભાઈ પરમારે ઠાસરા પોલીસમાં આપેલી ફરિયાદમાં જોઈએ તો, લઘુમતી સમાજના કુલ ૨૧ વ્યક્તિઓના નામજોગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં મહંમદઅબરાર રીયાજુદ્દીન સૈયદ (સભ્ય ઠાસરા નગરપાલિકા), અસ્પાકભાઈ મજીમમીયા બેલીમ, જઈદઅલી મહંમદઅલી સૈયદ, અતિક મલેક, અહદ સૈયદ ઈકો ગાડીવાળો, હારુન પઠાણ, રૂકમુદ્દીન રિયાકતઅલી સૈયદ, ફિરોજ મજીદખાન પઠાણ, ઈદ્રિશ ઉર્ફે કાલુ, નાવેદ, જુનેદ, તનવીર સૈયદ લવલી સ્ટુડિયો વાળો, ફેજાન સૈયદ આઈસર ગાડીવાળો, ફઈમ બેટરી, જાબીરખાન ઇનાયતખાન પઠાણ, ચિકન, અલ્તાફખાન મુક્તયારખાન પઠાણ સહિત આશરે ૫૦ મુસ્લિમ કોમના ટોળાનો સમાવેશ થાય છે.

આ દરમિયાન મદરેશાના ધાબા તેમજ આજુબાજુના તીનબત્તી વિસ્તારના મકાનોના ધાબા ઉપર એકઠા થયેલા લઘુમતી સમાજના લોકોએ જોર જોરથી કીલકારીઓ પાડી કહેલ ‘મારો મારો અને હિન્દુઓની શોભાયાત્રા બંધ કરાવો અને આ હિન્દુઓને આજે જીવતા જવા દેવા નહીં’ તેવી બુમો પાડી ગમે તેમ ગાળો બોલતા હતા‌. આ દરમિયાન એકાએક મદરેશાના ધાબા પર હાજર અતિક મલેક તથા તેની સાથેના માણસોએ હાથમાં મોટામોટા મેટલોના પથ્થરો આ શોભાયાત્રા પર મારવા માંડ્યા હતા. જેના કારણે શોભાયાત્રામાં હાજર માણસોમાં નાસભાગ મચી ગઇ હતી. આ ઉપરાંત આજુબાજુના મકાનો ઉપરથી તેમજ સૈયદવાડા નાકાની ગલીમાં પણ લઘુમતી સમાજના લોકોએ આ શોભાયાત્રામાં પથ્થરમારો કર્યો હતો. શોભાયાત્રામાં હાજર આગેવાનોએ પથ્થર મારો રોકવા માટે પૂરતો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મુસ્લિમ કોમનું ટોળું અતિશય ઉશ્કેરાટમાં હોવાને કારણે પથ્થરમારો ચાલુ રાખેલ હતો. આ શોભાયાત્રામાં પોલીસનો કાફલો આવી જતા પથ્થર મારો કરનાર વ્યક્તિઓ ધાબા ઉપરથી નાસી ગયા હતા. તો શોભાયાત્રામાં હાજર માણસો ડરના માર્યા નજીક આવેલ આશાપુરી મંદિર તરફ નીકળી ગયા હતા અને ઠાસરા ટાવર બજાર તરફ દોડી ગયા હતા.

જ્યારે સામાપક્ષે ઝાહીદઅલી મહંમદઅલી સૈયદએ હિન્દુ કોમના એક હજારથી ૧૫૦૦ લોકોના ટોળા સામે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ નોંધાવેલ ફરિયાદમાં જણાવાયું છે કે, આ શોભાયાત્રા ઠાસરાના હુસેનીચોકમાં આવતાં યાત્રામાં ઝંડો ચઢાવવા બાબતે ઝઘડો થયેલ હતો અને એ બાદ આ શોભાયાત્રા તીનબત્તી વિસ્તારમા મોટા સૈયદવાડાના નાકા પાસે આવતા આ શોભાયાત્રામાં સામેલ એક ઈસમ હાથમાં તલવાર લઇ સૈયદવાડા તરફ મોઢું કરી ઉશ્કેરણી કરતો હતો. તેમજ ડીજેના અવાજે કિલકારીઓ કરતા હતા. આથી મદરેશા પાસે અમારા લઘુમતી સમાજના આગેવાનો વાત કરવા જતાં હિન્દુ કોમના ટોળાઓએ મુસ્લિમ સમાજના આગેવાનોની સાથે ગમે તેમ ગાળો બોલી ડીજે તરફથી તેમજ મદ્રેસાના ધાબા ઉપરથી, રેલવેના પાટા તરફથી પથ્થરમારો થયેલ હતો. અને શોભાયાત્રામાં હાજર માણસોમાંથી પણ સૈયદવાડા તરફ પથ્થરમારો થયેલ હતો.

પોલીસે બંને કોમના ટોળાઓને વિખરવા તેમાં સમજવા પૂરતો પ્રયત્ન કરી જરૂરી બળ વાપરેલ હતું. આ પથ્થરમાનાની ઘટનામાં પોલીસના માણસોને પણ ઈજા પહોંચી હતી. જેથી શોભાયાત્રામાં નાશ ભાગ મચી ગઈ હતી. આ હિન્દુઓના ટોળાએ મદરેસામાં તોડફોડ કરી નુકસાન કરેલ હતું. તથા કાદરસા બાવાની દરગાહમાં પણ તોડફોડ કરી હતી તેવા આક્ષેપો કર્યા છે.

આ ઉપરાંત ઠાસરા પોલીસે પણ આ મામલે ૪ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ અને બીજા મથ્થરમારો કરનાર સામે ફરિયાદ નોંધી છે. ઠાસરા પોલીસના પોલીસ કર્મચારી નારણભાઈની ફરિયાદમાં જણાવાયું છે કે, આ શોભાયાત્રા નક્કી કરેલ રૂટ મુજબ પહોંચેલ હતી અને આ ઉપરોક્ત વિસ્તારમાં પહોંચતા ઠાસરા નગરપાલિકાના સભ્ય મહંમદઅબરાર રીયાજુદ્દીન સૈયદે તેમજ તેમની સાથેના અન્ય દસેક મુસ્લિમ કોમના માણસોએ ખોટો આક્ષેપો કરવા લાગેલ કે શોભાયાત્રામાંથી કોઈકે ગાળો બોલે છે અને શોભાયાત્રાના ડીજે સાઉન્ડ બંધ કરાવવા માટે જીદ કરવા લાગ્યા હતા અને તે વખતે નગરપાલિકાના સભ્ય તથા તેમની સાથે આવેલ માણસોના ટોળાએ મદ્રેસા તરફ ગયા હતા અને એ બાદ આ પથ્થર મારો શરુ થયો હતો. જેમાં પોલીસ કર્મચારી મનુભાઈ અને નારણભાઈ તથા એક પીએસઆઇ એન.એમ.બારોટને પથ્થરો વાગતા ઈજા પહોંચી હતી.

સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, ગતરોજ શોભાયાત્રા અંતિમ ચરણમાં હતી એ દરમિયાન આ સમગ્ર પથ્થરમારાની ઘટના બની છે. હાલ ઠાસરામાં જનજીવન સામાન્ય બન્યું છે. પોલીસે રાત્રે જ કુલ ત્રણ ફરિયાદ નોધી છે. જેમાં હાલ સુધી ૧૧ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ સીસીટીવી તેમજ વિડીયો ફૂટેજના આધારે આરોપીઓને આઈડેન્ટીફાય કરી અટકાયત કરી રહી છે. તો બીજી તરફ એક સંત દ્વારા જણાવ્યા મુજબ શિવજી યાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ વિધર્મી દ્વારા આયોજન પૂર્વક શાંતિ ભંગ કરવા માટે પથ્થરમારો થયો હોવાનું જણાવ્યું હતું

અટક કરેલા આરોપીઓના નામ

  • મહંમદ અબરાર રિયજુદિંન સૈયદ
  • અસ્પાકભાઈ મજીમ મિયાં બેલીમ
  • જયીદ અલી મહંમદ અલી સૈયદ
  • રૂકમુદિંન રિયાકત અલી સૈયદ
  • ફિરોઝ મજીદ ખાન પઠાણ
  • સૈયદ નીયાજઅલી મહેમુદઅલી
  • પઠાણ ઈમરાન ખાન અલી ખાન
  • સૈયદ ઈર્શાદ અલી કમર અલી
  • સૈયદ શકીલ અહેમદ આસિફ અલી
  • મલેક સબીર હુસેન અહેમદ મિયા
  • જુનેદ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.