Abtak Media Google News

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં વેસ્ટ ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના વેસ્ટ ઝોનમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. સાઉન્ડમાં સૌથી આધુનિક અને સાઉન્ડની દુનિયામાં ગુંજતું નામ એવું દિલ્હીનું ટેકીશ સાઉન્ડ, વિશાળ મેદાન, લાઇટીંગ, સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રી મહોત્સવ યોજાશે. તા. ર6 સપ્યેમ્બરથી પ ઓકટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.

સમાજથી વંચિત એવા અનાથ આશ્રમના બાળકો, તેમજ દિવ્યાઁગ બાળકો અને ખાસ કરીને આશ્રમી જવન જીવતી દિકરીઓને આ નવરાત્રિ મહોત્સવમાં આમંત્રિત કરીને ગરબે રમાડવામાં આવશે.

ખોડલધામ નવરાત્રી મહોત્સવ વેસ્ટ ઝોન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે અ પણ ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. સર્વોદય સ્કુલની સામે 80 ફુટ રીંગ રામધણ પાછળ, મવડી બાયપાસ, રાજકોટ ખાતે વેસ્ટ ઝોન આયોજીત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ખોડલધામ વેસ્ટ ઝોન આયોજીત નવરાત્રિ મહોત્સવના પાસ મેળવવા માટે સત્યમ વિરાટ વે બ્રિજની સામે, કોહીનુર કોમ્પલેક્ષ મવડી રોડ રાજકોટ મો. નં. 97370 99333, 9787 60860, 97141 08047 પર સંપર્ક કરવો.જીતુભાઇ સોરઠીયા, હસમુખભાઇ લુણાગરીયા, ધીરજભાઇ મુંગરા, હરેશભાઇ સાકરીયા, સંજયભાઇ સાકરીયા, રાજુભાઇ કોયાણી, જયેશભાઇ મેઘાણી, અનિલભાઇ ઠુંમર, મનસુખભાઇ વેકરીયા, જયેશભાઇ સોરઠીયા, તેમજ 300 થી વધારે ભાઇઓ-બહેનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.