Abtak Media Google News

ભકિતનગર સર્કલ પાસે શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં નવ દિવસનું આયોજન

ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ ખોલડધામ નવરાત્રિ મહોત્સવ રાજકોટ (સાઉથ ઝોન)નું ભકિતનગર સર્કલ પાસે શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં નવ દિવસ સુધીનું સર્વ જ્ઞાતિની બહેનો માટે પારિવારિક માહોલમાં આયોજન કરાયું છે.

આ બાબતે ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા કાર્યકરોએ વિશેષ વિગત આપી હતી.ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના સાઉથ ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સદ્યતન સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મેદાન, લાઇટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ યોજાશે. તા. ર6 સપ્ટેમ્બરથી 4 ઓકટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબી રમાડશે.જેમાં સિંગર પ્રકાશ પરમાર, ભરતભાઇ ગઢવી, મનીષાબેન પ્રજાપતિ, ઓરકેસ્ટ્રા રવિ સાનિયા અને રામદેવ સાઉન્ડ જોડાશે. સાઉથ ઝોન આયોજીત નવરાત્રિ મહોત્સવના પાસ મેળવવા માટે કોઠારીયા મેઇન રોડ, સીટી મોબાઇલની બાજુમાં, સરદાર વલ્લભભાઇ પટેલ સ્વીમીંગ પુલન સામે, રાજકોટ ખાતે મો. નં. 94264 83222, 98242 41787, 97237 71179 પર સંપર્ક કરવા જણાવાયું છે.

કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી જીતુભાઇ સીયાણી અને ચિરાગભાઇ સીયાણી, અઘ્યક્ષ કેતનભાઇ ઠુંમર અને વલ્લભભાઇ પરસાણા, વિનુભાઇ ઘવા, શૈલેષ પરસાણા, પ્રમુખ સુધીરભાઇ ઠુંમર, મંત્રી દિવ્યેશભાઇ ખુંટ, ખજાનચી ચંદુભાઇ ઘેલાણી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.