Abtak Media Google News

પોર્ટલ અપડેટ ન થાય ત્યાં સુધી સરકારે નવા કાયદાની અમલવારી ન કરવી જોઇએ: ધનસુખભાઇ વોરા

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેકટીશ્નર ઇન્સ્ટી. ઓફ સી.એ. રાજકોટ બ્રાંચ તથા રાજકોટ ટેક્ષ ક્ધસલ્ટન્ટ સોસા. દ્વારા પ્રવર્તમાન સંજોગોમાં વેપાર ઉઘોગના ઇન્કમ ટેક્ષ કાયદા હેઠળ ઓન લાઇન કરવામાં આવતી પ્રક્રિયા દરમિયાન પડતી મુશ્કેલીઓ તેમજ ટી.ડી.એસ., ટી.સી. એસ. વગેરેના રીફંડ મેળવવામાં પડતી મુશ્કેલી અને ઇન્કમ ટેકસ એસેસમેન્ટ અંગે દાખલ  કરવામા આવેલ નવી પઘ્ધતિ અનુસાર ફેસલેસ એસેસમેન્ટની કાર્યવાહીમાં ઉભી થતી ઇન્કવાયરીઓનું નિરાકરણ કરવા અને તેમાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિતારણા ‘ખુલ્લા મંચ’નું આયોજન કરવામાં આવ્યું છે.

તા. 6 જાન્યુઆરીએ ગીરીરાજનગર, રૈયારોડ ખાતે આવેલ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ વેસ્ટર્ન રીઝીયન ઓફીસના ઓડીટોરિયમમાં સાજે 4.30 કલાકે યોજાનાર ‘ખુલ્લા મંચ’ કાર્યક્રમ અંગે ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રમુખ ધનસુખભાઇ વોરા, ઉપપ્રમુખ રવજીભાઇ દોશી, માનદ મંત્રી ઇશ્ર્વરભાઇ બાંભોલીયા, માનદ સહમંત્રી સંજયભાઇ મહેતા, નિયામકો રમેશભાઇ ઝાલાવડીયા, સુનીલભાઇ ચોલેરા, આઇ.સી.એ.આઇ. ચેરમેન સી.એ. હાર્દિક વ્યાસ, પૂર્વ ચેરમેન સી.એ. વિનયભાઇ તથા આર.ટી.સી. એસ. ના પ્રમુખ અને એડવોકેટ રાજુભાઇ માણેકે જણાવ્યું હતું કે ફેસલેશ એસેસમેનટ સીસ્ટમ, ઇન્કમ ટેકસ તેમજ ડી.ડી. એસ. ના 40 જેટલા પ્રશ્ર્નો ‘ખુલ્લા મંચ’ માં રજુ થશે જેનું નિરાકરણ અને ઉપાય વગેરે ચર્ચાની આપ-લે અને માર્ગદર્શન વગેરે થશે. ‘અબતક’ ના એક પ્રશ્ર્નમાં ધનસુખભાઇ વોરાએ જણાવ્યું હતું કે પોર્ટલ અપડેટ ન થાય ત્યાં સુધી નવા કાયદાની અમલવારી સરકારે ન કરવી જોઇએ.

‘ખુલ્લા મંચ’ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રવિન્દ્ર કુમાર (આઇ.આર.એસ.) પ્રિન્સીપાલ ચીફકમી. ઓફ ઇન્કમ ટેકસ ગુજરાત અમદાવાદ, અતિથિ વિશેષ બનવારીલાલ મીણા (આઇ.આર.એસ) ચીફ કમી. ઓફ ઇન્કમ ટેકસ રાજકોટ, અન્ય અતિથિ વિશેષ સી.આઇ.ટી. ઓફીસ ઓફ સી.પી.સી. બેંગલોર, સી.આઇ.ટી. ઓફીસર ટી.ડી.એસ. વૈશાલી ગાઝીયાબાદ અને  સી.આઇ.ટી. ઓફીસ ફેસલેશ એસેસમેનટ અધિકારીઓ જુદી જુદી જગ્યાએથી ઉ5સ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.