Abtak Media Google News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કરાશે: કમલેશ મિરાણીના નેતૃત્વમાં શહેર ભાજપ દ્વારા માઇક્રોપ્લાનીંગ: ભવ્ય સ્વાગતનું કરાયેલ અનેરૂ આયોજન

 

અબતક-રાજકોટ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સુશાસન સપ્તાહ પર્વના રાજ્ય કક્ષ્ાાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે શહેર ભાજપ મુખ્યમંત્રીનું ભવ્યાતિભવ્ય અને અદકેરૂ સ્વાગત કરવા રોડ-શો, દેશભક્તિસભર સાંસ્કૃતીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી એરપોર્ટથી કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ થઈને ધમેન્દ્ર કોલેજ સુધીનો રોડ-શો, સત્કાર કાર્યક્રમનો રૂટ પર કેસરીયો માહોલ સર્જાયો છે. રોડ- શોના રૂટમાં હોડીંગ્સ, બેનર, પાર્ટીના ઝંડા-ઝંડી થી સમગ્ર રૂટથી શણગારવામાં આવેલ છે. ત્યારે મુખ્યમંત્રીનું એરપોર્ટ ખાતે પ્રથમ ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ રોડ-શોના રૂટમાં ઠેર-ઠેર મુખ્યમંત્રીનું સંતો-મહંતો, શહેરના શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ-જ્ઞાતિ અગ્રણીઓ અને શહેરીજનો દ્વારા મુુખ્યમંત્રીનું પુષ્પવૃષ્ટિ દ્વારા સ્વાગત કરવામાં આવશે.

61 સ્વાગત પોઇન્ટમાં શહેરીજનો-સંસ્થાઓ દ્વારા પૃષ્પવૃષ્ટિ કરાશે, રોડ-શોના 4 રૂટના સ્વાગતના કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થા માટે વિવિધ વ્યક્તિઓને જવાબદારી સોંપાઇ

ત્યારે રોડ-શો ના રૂટના કુલ 61 પોઈન્ટ ઉપર  વિવિધ સ્થળે સ્વાગત પોઈન્ટ ઉપર આકર્ષક ફલોટસ- સ્ટેજ બનાવવામાં આવેલ છે અને  ડી.જે-બેન્ડની સુરાવલિઓ સાથે દેશભક્તિસભર વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતીક કાર્યક્રમોની હારમાળા સર્જાશે અને વિવિધ સમાજના લોકો તેમની પરંપરાગત વેશભુષા સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કરશે. જેમાં ક્ષ્ાત્રીય સમાજના આગેવાન સાફો પહેરીને, ભરવાડ અને રબારી  સમાજ પરંપરાગત વેશભુષા અને રંગબેરંગી છત્રી સાથે, વ્હોરા સમાજના આગેવાનો ટોપી પહેરીને, આહીર સમાજના આગેવાનો પરંપરાગત પહેરવેશમાં, જૈન સમાજના અગ્રણીઓ સફેદ વસ્ત્રો ધારણ કરીને અને પ્રજાપતી સમાજ ચાખડાનું નિદર્શન કરી આ કાર્યક્રમને ઓપાવશે, તેમજ શહેર ભાજપ યુવા મોરચાના 1000 થી વધુ કાર્યર્ક્તાઓ કિશન ટીલવા, કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા(પી.પી.)ના નેતૃત્વમાં કેસરી ટોપી ધારણ કરીને બાઈક સાથે સ્વાગત કાર્યક્રમ- રોડશોમાં  જોડાશે.

આમ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ આ રાજકોટ ખાતેના મુખ્યમંત્રીના કાર્યક્રમને ભવ્ય બનાવવા માઈક્રોપ્લાનીંગથી કામગીરી કરી રહ્યા છે.

આવતીકાલે શુક્રવારે સવારે 9:00 કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આર. પાટીલનું રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરના નેતૃત્વમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિશેષ ઉપસ્થિત રહેશે.

આ તકે એરપોર્ટ ખાતે સ્વાગતની વ્યવસ્થા વોર્ડ નં.1,ર,3, 8,9,10ના પ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીઓ હિતેશ મારૂ, કાનાભાઈ ખાણધર, જયરાજસિંહ જાડેજા, દિલીપભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ગોહિલ, દશરથભાઈ વાળા, ભાવેશ ટોયટા, મનુભાઈ વઘાશીયા, દિનેશ કારીયા, હેમભાઈ પરમાર, રાજુ દરીયાનાણી, હિતેશ રાવલ, નિતીન ભુત, તેજશ જોષી, જયસુખ મારવીયા, કાથડભાઈ ડાંગર, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પ્રદીપ નીર્મળ, હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, પ્રવીણભાઈ મારૂ, રજનીભાઈ ગોલ, હરેશ કાનાણી, પરેશ તન્ના વિગેરે સંભાળશે.

આ રોડ-શોના 1 થી 4 રૂટની વ્યવસ્થા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ પાર્ટીના વિવિધ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવેલ છે, જેમાં રૂટ-1 માં વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રફુલભાઈ કાથરોટીયા, મનીષ રાડીયા, પરેશ હુંબલ, ડો. માધવ દવે, રૂટ-ર માં પુષ્કર પટેલ, રાજુભાઈ બોરીચા, અશોક લુણાગરીયા, મહેશ રાઠોડ, રૂટ-3 માં વિક્રમ પુજારા, દીવ્યરાજસિંહ ગોહિલ, અનીલભાઈ પારેખ, નિતીન ભુત, અશ્વીન મોલીયા, રૂટ-4 પર દેવાંગ માંકડ, વિનુભાઈ ઘવા, સુરેન્દ્રસિંહ વાળા, લલીત વાડોલીયાને જવાબદારીની સોપણી કરવામાં આવેલ છે, તેમજ વાહન અંગેની વ્યવસ્થા નિલેશ જલુ અને જીજ્ઞેશ જોષી સંભાળી રહયા છે.

મુખ્યમંત્રીના રોડ-શો નો રૂટ એરપોર્ટ થી કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક ડો. યાજ્ઞીક રોડ થઈને ધમેન્દ્ર કોલેજ સભા સ્થળ સુધીનો નકકી કરાયેલ છે.ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું રાજકોટ શહેરના શ્રેષ્ઠીઓ, વિવિધ સમાજો, જ્ઞાતિ અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, અને વિવિધ એશોશીએસનોના હોદેદારો, પ્રતિનિધિઓ, ધ્વારા પુષ્પવૃષ્ટિથી સ્વાગત કરાશે ત્યારે રોડ-શોના રૂટમાં 61 જેટલા સ્વાગત પોઈન્ટ પર સુશોભન બેનર સ્ટેજ સહીત ઉભા કરાયેલ છે.

આ સ્વાગત પોઈન્ટ સ્થળેથી રાજકોટ શહેરના વિવિધ સમાજ, સ્વૈચ્છિક સંસ્થાઓ, એશોશીએશનના હોદેદારો મુખ્યમંત્રીને પુષ્પવૃષ્ટિથી વધાવશે. જેમાં કેપ્ટન જોષી, નાગર સમાજ, વ્હોરા સમાજ, તથા બીઈંગ યુનાઈટેડ ગ્રુપ, ક્ષત્રીય કાઠી સમાજ, સતવારા સમાજ, સગર સમાજ, હિન્દી સમાજ, વી.વાય.ઓ., કડવા પટેલ, લેઉવા પટેલ, સીધી સમાજ, સમસ્ત પ્રજાપતી સમાજ, એસ.પી.વાય.જી. ટ્રસ્ટ, તુરી બારોટ, મરાઠા સમાજ, સોની સમાજ, બુંદેલા, ધોબી સમાજ, બ્રહમક્ષત્રીય સમાજ, રમતગમતના ખેલાડીઓ, બ્રહ્માકુમારી, આત્મીય, પતંજલી, આહીર સમાજ, બોરીચા સમાજ, રઘુવંશી સમાજ, લુહાર સમાજ, સુથાર સમાજ, તમામ એન્જીનયરીંગ એશો., કડવા સમાજ, રમત-ગમત સેલ, ભરવાડ, રબારી સમાજ, મોચી સમાજ, ચારણ ગઢવી સમાજ, દેવીપુજક સમાજ, દરજી તથા સાધુ સમાજ, બીલ્ડર એશોશીએશન, મોઢવણીક સમાજ, ફ્રિડમ ગ્રુપ, શાળા સંચાલક તથા શિક્ષક સેલ, સફાઈ કામદારસેલ, દલીત સમાજ, યુનીક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ, ક્ષત્રીય સમાજ, જૈન સમાજ તથા જૈનમ ગ્રુપ, લઘુમતી મોરચો, અરવીંદભાઈ મણીયાર ટ્રસ્ટ, પંચનાથ મંદીર ટ્રસ્ટ, બજરંગ મીત્રમંડળ, ભારત વિકાસ પરીષદ, કાનુડા મીત્રમંડળ, સાધુ-સંતો, સરગમ કલબ, વાણંદ સમાજ, બ્રહમસમાજ, સાંસ્કૃતીક સેલ, સમસ્ત ક્ષત્રીય-રાજપુત સમાજ, પુરૂષુથ યુવક મંડળ, રાષ્ટ્રીય રાજપુત કરણી સેના, લીગલ સેલ, કોઠારીયા નાકા મીત્ર મંડળ તેમજ વોર્ડ-4,5,6 વોર્ડ-11, વોર્ડ-1ર,13,14, 15,16,17,18ના ભાજપના હોદેદારો અને નાગરીકો દ્વારા સ્વાગત કરાશે.

મુખ્યમંત્રીને આવકારવા ટીમ મિરાણી સજ્જ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કાલે શુક્રવારે રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમના ભવ્યાતિભવ્ય સ્વાગત માટે રાજકોટ ભાજપના કાર્યકરોમાં જોરદાર થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઇ મીરાણી અને ભાજપના મહામંત્રીઓ જીતુભાઇ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર અને કિશોરભાઇ રાઠોડે જણાવ્યુ છે કે મુખ્યમંત્રીનું સ્વાગત અને રોડ શોને ભવ્ય બનાવવા માટે ભાજપના કાર્યકરોની ટીમ કામે લાગી ગઈ છે.

આ આગેવાનોએ જણાવ્યુ છે કે ભાજપ જ નહીં પરંતુ રાજકોટની જનતામાં પણ મુખ્યમંત્રીની ઝલક નિહાળવા માટે ઉત્સુકતા જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્વાગત માટે ઠેર ઠેર બેરીકેડ ઊભી કરવામાં આવી છે અને રાજકોટની જનતા રોડની બંને સાઈડ ઊભા રહીને મુખ્યમંત્રીને નિહાળી શકશે. આ સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે ભાજપના તમામ વોર્ડના કાર્યકરો, જુદા જુદા સેલના હોદેદારો, આગેવાનો અને અન્યો કામે લાગી ગયા છે અને મુખ્યમંત્રીની રાજકોટની મુલાકાતને અવિસ્મરણીય બનાવવા માટે થનગની રહ્યા છે. આ આગેવાનોએ પ્રજાને રાજ્ય સરકારની કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરી માસ્ક પહેરીને રોડ શોમાં ઉપસ્થિત રહેવા રાજકોટ શહેર ભાજપના પ્રભારી ઝવેરીભાઇ ઠકરાર, ભાજપના શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને મહામંત્રીઓ જીતુ કોઠારી, કિશોર રાઠોડ અને નરેન્દ્રસિંહ ઠાકુરએ હાકલ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.