Abtak Media Google News

ઋષિ મહેતા, મોરબી

ગુજરાતમાં કોરોનાના  કેસોમાં ઘટાડો થવા પામ્યો છે. હાલ પરિસ્થિતી જોતાં કોવિડ-૧૯ ત્રીજી લહેર પૂરી થવાના આરે છે. લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો કંઈક નવા અખતરા કરતાં હોય છે ત્યારે આજના આધુનિક 5G ઇન્ટરનેટ યુગમાં લોકો પોતાની હેલ્થ માટે ઘરે રહીને જ જુદી જુદી પ્રકારની ઘણી બધી એપ્લીકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી વાપરાતા હોય છે.

જેમાં શારીરિક કસરતોથી લઈને યોગા તથા ડાઈટ પ્લાનિંગની અલગ અલગ એપ્લીકેશન  વાપરતા હોય છે. પણ જો આ બધીજ સુવિધાઓ એકજ એપ્લીકેશન માં આવી જાય તો? આવાજ હેતુથી ફિજીયોફિટ દ્વારા ફિજીઓથેરાપિસ્ટ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ફિટવિંગ્સ (fitwings) કરીને એપ્લીકેશન  બનાવામાં આવી છે. જેમાં તમારા શરીરની (assessment), આહાર યોજના  (diet plan) તથા  શારીરિક કસરતો (exercises workout plan) ની સુવિધા આપવામાં આવી છે.

આ એપ્લીકેશન કોઈ પણ વ્યક્તિ સરળતાથી ઉપયોગ કરી શકે એવી રીતે બનાવામાં આવી છે. સૌ પ્રથમ આ એપ્લીકેશનમાં આપેલ શારીરિક ચકાસણી (assessment) ફોર્મ ભરવાનું હોય છે જેમાં વ્યક્તિએ પોતાની ઉમર, વજન, ઊંચાઈ તથા આહાર (diet) તથા તમારો ધ્યેય શું છે (વજન ઘટાડવો કે વધારવો કે શારીરિક ક્ષમતા વધારવી) એ ફોર્મમાં ભરવાનું હોય છે. તમારી આ બધી માહિતીના આધારે તમારે શું કરવું જોઈએ એ સૂચવવામાં આવે છે જેમ કે વજન ઘટાડવો કે વધારવો તથા ક્યાં પ્રકારનો ખોરાક આરોગવો અને કઈ પ્રકારની કસરતો ઘરે કરવી એ બધુજ આ એપ્લિકેશનનાં માધ્યમ દ્વારા જાણી શકાય છે.

આ સાથે તમને ડાયટ પ્લાન તથા કસરતો (workout plan) તમારા મોબાઇલ પર સૂચવવામાં આવે છે જે તમે ઘરે રહીને તમારા સમય પ્રમાણે કરી શકો છો. આમ અત્યારે કોવિડ-૧૯ ના સંક્રમણથી નાદુરસ્ત થયેલ શરીરને બચાવવા, શારીરિક રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કયા પ્રકારનો ખોરાક તથા કસરતોનું  સચોટ માર્ગદર્શન ઘરે જ તમારા મોબાઇલ પર મેળવી શકો છો તથા તમને સૂચવેલ માહિતી ઘરે બેઠા જ અનુસરી શકો છો. આ ઉપરાંત જો તમને કોઈ પ્રશ્ન હોય તો ફિટવિંગ (fitwings) એપ્લીકેશન માં કસ્ટમર કેરમાં ફોન દ્વારા વધુ માહિતી મેળવી શકો છો. જેના કસ્ટમર કેર નં. ૯૮૫૪૮ ૯૮૫૪૬ અત્યારે આ એપ્લીકેશન  તદન નિશુલ્ક છે. તો આ fitwings એપ્લીકેશન નો અચૂક લાભ લેશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.