Abtak Media Google News

મર્સીડીઝ કારમાં 5 આરોપીઓએ 17 વર્ષની સગીરા ઉપર ગુજાર્યો બળાત્કાર, મોટાભાગના આરોપીઓ પણ સગીર : ગૃહપ્રધાનનો પૌત્ર કેસમાં ન હોવાનો પોલીસનો દાવો

હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 28 મેના રોજ એક સગીર સાથે ગેંગરેપ કરવા બદલ 5 સગીર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં ગૃહ પ્રધાનનો પૌત્ર અને વકફ બોર્ડના ચેરમેનનો પુત્ર સામેલ હોવાના આક્ષેપ થયા છે. આ મામલે સગીરાના પિતા વતી ફરિયાદ નોંધાઈ હતી.  ફરિયાદમાં કહેવાયું હતું કે, કેટલાક છોકરાઓ યુવતીને કારમાં લઈ ગયા હતા.  બળાત્કારની ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજમાં પીડિતા આરોપી સાથે પબની બહાર ઉભી જોવા મળે છે.  છોકરાઓએ તેણીને ઘરે મૂકવાની ઓફર કરી હતી. બાદમાં ગેંગ રેપ કર્યો હતો.

Advertisement

તેલંગાણા ભાજપના સભ્યોએ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં જ્યુબિલી હિલ્સ રેપ કેસને લઈને વિરોધ કર્યો હતો, જેના પગલે વિરોધ સ્થળ પર સુરક્ષા કડક કરવામાં આવી છે.  તેલંગાણાના પ્રધાન કેટી રામારાવે રાજ્યના ગૃહ પ્રધાન મોહમ્મદ મહમૂદ અલી, ડીજીપી અને હૈદરાબાદ શહેરના પોલીસ કમિશનરને હૈદરાબાદ બળાત્કાર કેસમાં તાત્કાલિક અને કડક પગલાં લેવા વિનંતી કરી છે.  તેમણે કહ્યું છે કે આ મામલામાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે, પછી તે કોઈ પણ હોય.

એવો આરોપ છે કે હુમલાખોરોએ પાર્ક કરેલી મર્સિડીઝમાં સગીરા પર હુમલો કર્યો અને પછી તેના પર બળાત્કાર કર્યો.   રાજ્યની વિપક્ષી પાર્ટી ભાજપે આ મામલે સરકાર અને પોલીસ પ્રશાસન પર નિશાન સાધ્યું છે.  આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ ઘટનામાં જે પાંચ આરોપીઓના નામ સામે આવ્યા છે તે શાસક ટીઆરએસ અને એઆઈએમઆઈએમના નેતાઓના પરિવારમાંથી છે.  ભાજપનો આરોપ છે કે આ કારણોસર મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપ દ્વારા એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આ કેસમાં જે આરોપીની ઓળખ કરવામાં આવી છે તેમાંથી એક રાજ્યના ગૃહમંત્રી મહમૂદ અલીનો પૌત્ર છે.  આ સિવાય ધારાસભ્યના પુત્ર અને વકફ બોર્ડના અધ્યક્ષના પુત્રનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં મોટાભાગના આરોપીઓ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ છે.

ડીસીપી પશ્ચિમ ઝોન જોએલ ડેવિસે દાવો કર્યો હતો કે ગૃહમંત્રીનો પૌત્ર આ કેસમાં સામેલ નથી. તેણે કહ્યું કે પીડિતાના નિવેદન, સીડીઆર તપાસ અને સીસીટીવી ફૂટેજ પ્રમાણે તે પાંચ આરોપીઓમાં સામેલ નથી.  આ સિવાય ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ પણ કોઈ પુરાવા મળ્યા નથી.  તેમણે કહ્યું કેટીઆરએસ નેતા અને વક્ફ બોર્ડના પ્રમુખના પુત્ર વિરુદ્ધ પુરાવા મળ્યા છે.

મર્સિડીઝ કારમાં સગીરા પર સામૂહિક બળાત્કાર થયો છે. ધારાસભ્યના પરિવારનો દાવો છે કે જે મર્સિડીઝ કારમાં સામૂહિક બળાત્કાર થયો હતો તે બોર્ડના પ્રમુખની છે અને બોર્ડના અધ્યક્ષ ટીઆરએસના નેતા છે.ડીસીપીના નિવેદન પહેલા ધારાસભ્યના પરિવારે પણ દાવો કર્યો હતો કે તેમનો પુત્ર કારમાંથી નીચે ઉતરી ગયો હતો.  પબમાંથી બહાર નીકળ્યા પછી તે જ્યુબિલી હિલ્સના એક કાફેમાં એક કલાકથી વધુ સમય માટે ત્યાં હતો.  આ પછી તેનો ભાઈ તેને ત્યાંથી લઈ ગયો હતો.  ઘટના સમયે તે કારમાં ન હતો.  તે આરોપી સાથે નહોતો કારણ કે તેના કાકા અમેરિકા જઈ રહ્યા હતા અને તેઓ તેમને મળવા ગયા હતા.

પાંચ આરોપીઓમાંથી ત્રણ સગીર નીકળ્યા

ડીસીપીએ કહ્યું કે આ કેસ સાથે સંબંધિત પાંચ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે.  તેમાંથી ત્રણ સગીર છે જ્યારે બે પુખ્ત છે.  બંનેની ઓળખ સદુદ્દીન મલિક અને ઓમર ખાન તરીકે થઈ છે.  તેમણે કહ્યું કે સીડીઆર અને અન્ય તકનીકી માહિતીની તપાસ કરવામાં આવી રહી છે.  એસીપી કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે.

પીડિતા પબની પાર્ટી ગઈ હતી, ત્યાંથી તેને મર્સીડિઝ કારમાં લઈ જવાઈ

પીડિતાના પિતાએ પોલીસને જણાવ્યું કે 28 મેના રોજ તેમની મોટી પુત્રી પાર્ટીમાં ગઈ હતી.  એમ્નેશિયા એન્ડ ઇન્સોમ્નિયા પબ, રોડ નંબર 36, જ્યુબિલી હિલ્સમાં, તેની પુત્રીના મિત્રો સૂરજ અને હાદીએ એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તેણીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.પીડિતાના પિતાએ જણાવ્યું કે સાંજે લગભગ 5.30 વાગ્યે કેટલાક લોકો મારી પુત્રીને લાલ રંગની મર્સિડીઝ કારમાં પબની બહાર લઈ ગયા.  આ દરમિયાન એક ઈનોવા કાર પણ બહાર આવી હતી.  કારમાં બેઠેલા લોકોએ મારી પુત્રી સાથે ગેરવર્તન કર્યું હતું. અને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારથી મારી પુત્રી આઘાતમાં છે.

ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો

તેલંગાણા ભાજપે સગીર સામૂહિક બળાત્કાર કેસની સખત નિંદા કરી છે.  તેમણે તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.  સાથે જ તેણે પોલીસ પર આ મામલે ધીમી કાર્યવાહી કરવાનો આરોપ લગાવીને હોબાળો પણ મચાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.