Abtak Media Google News

છેલ્લા થોડા સમયથી રાજ્યમાં બાળકના અપહરણના કેસો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે સુરતના મહિધરપુરા વિસ્તારમાં દોઢ વર્ષની માસુમ બાળકીનું અપરણની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી ત્યારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની શોધખોળ માટે તજવીજ હાથ ધરી હતી. ત્યારે આ અપહરણ કેસમાં કામરેજ નજીક આવેલી કડોદરા જોડવા ખાતેથી વસાવા દંપત્તિને સુરત ક્રાઈમ બ્રાન્ચ છે ધરપકડ કરીને બાળકીને પોતાના માતા પિતા પાસે સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી.

સુરતમાં મજૂરી કામ કરતી શારદાબેન નામની શ્રમજીવી મહિલાએ નહિતર પુરા પોલીસ સ્ટેશન મથકે બાળક ના અપહરણ અંગેની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અપરણ કરનાર દંપતીને પકડી પાડ્યા હતા. દંપતિનું નામ રેખા અને મનીષ છે તેઓ 15 થી 17 દિવસ પહેલા સુરત આવ્યા હતા અને જે બાળકીનું અપહરણ થયું ત્યાં જ ફૂટપાથ પર રહેતા હતા.

રેખા અવારનવાર બાળકીને રમાડતી હતી ત્યારે તેની માતા શારદાબેન કામ હોવાથી રેખાને થોડો સમય સાચવવા માટે આપી ગઈ હતી ત્યારે રેખા અને તેના પતિએ તેના પ્લાન ને અંજામ આપ્યો હતો અને ત્યાંથી બાળકીને લઈને રફુચક્કર થઈ ગયા હતા. ત્યારે પોલીસે આ અપરણ કરનારાઓને પકડી પાડવા માટે અલગ અલગ છ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી.

સીસીટીવીમાં મહિલા બાળકીનું અપહરણ કરી લઇ જતા જોવા મળી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપી રીટા ઉર્ફે રેખા વસાવા અને તેના પતિ મનીષ ઉર્ફે બાકો વસાવાની જોળવા પાટિયા ખાતેથી ધરપકડ કરી હતી. પોલીસ પુછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે બાળકની કમી પુરી કરવા અપહરણ કર્યું હતું. આરોપી મહિલાને અગાઉ સાત માસનો ગર્ભ હતો, મજૂરી કામ કરતી વખતે ગર્ભપાત થઈ ગયો હતો. પોતાની પાસે કોઈ સંતાન ન હોવાથી બાળકીનું અપહરણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.